
બાલાસિનોર, તા. 29 ઓગષ્ટ 2020, શનિવાર
મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના ૦૨ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૨ સ્ત્રી, સંતરામપુર તાલુકાની ૦૧ સ્ત્રી- ૦૧ પુરૂષ, વિરપુર તાલુકાની ૦૧ સ્ત્રી- ૦૧ પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૯-૦૮-૨૦૨૦ ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૬૬૬ કેસ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાના ૦૨ પુરૂષો, વિરપુર તાલુકાના ૦૧ પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૫૫ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૨૮ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૬ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૨૧૫૫૨ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૧૦ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૩ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૦૬ દર્દી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, લુણાવાડા, ૨૨ દર્દી હોમ આઇસોલેશન, ૦૪ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૦૪ દર્દી ર્ પ્રાઇવેટ હોસ્પિટલ, અમદાવાદ, ૧ દર્દી ગોત્રી મેડીકલ કોલેજ વડોદરા, ૦૧ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ મોડાસા, ૦૪ દર્દી લુણાવાડા શિતલ નસગ કોલેજ , ૦૪ દર્દી સંતરામપુર, ૦૧ દર્ર્દી એસ.એમ.વી. હોસ્પિટલ ગાંધીનગર, ૦૨ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ, વડોદરા, ૧ દર્દી અલ હયાત ગોધરા અને ૧ દર્દી શ્લોક હોસ્પિટલ નડિયાદ તેમજ ૦૧ દર્દી સાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૭૧ દર્દીઓ સ્ટેબલ અને ૦૩ દર્દીઓ ઓક્સિજન પર અને ૦૧ વેન્ટિલેટર પર છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b9AkuY
ConversionConversion EmoticonEmoticon