
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020 સોમવાર
કોરોના વાઇરસના પ્રસાર પછી કાન પરનો ભાર વધ્યો છે અને માસ્ક અનિવાર્ય બન્યા છે. ત્યારે સીધાસાદા માસ્કમાં બે પ્રકારનાં ઇનોવેશન આવી ગયાં છે. અમુક કંપનીઓએ માસ્કમાં જ બ્લુટૂથ હેડફોન ઉમેરી દીધા છે. તો એક એલજીએ માસ્કમાં પંખા, સેન્સર અને બેટરી ઉમેરીને માસ્કને નવું જ સ્વરૂપ આપ્યું છે.
આ પ્રકારના માસ્કમાં બેટરી પાવર્ડ એરપ્યુરિફાયર બેસાડવામાં આવ્યું છે. આ એરપ્યુરિફાયર બે પંખા અને રેસ્પિરેટરી સેન્સરની મદદથી ઓપરેટ થાય છે. માસ્ક પહેરનારી વ્યક્તિ કેટલા પ્રમાણમાં અને કઈ ગતિએ શ્વાસ લે છે તેના આધારે સેન્સર પંખાની ગતિ વધઘટ કરે છે અને માસ્કની અંદર અને બહાર હવાની અવરજવર કંટ્રોલ કરે છે.
માસ્કમાંની 820 એમએએચની બેટરી લો મોડમાં આઠ કલાક સુધી ચાલી શકે છે. આ માસ્ક જે કેસમાં મળે છે તે માસ્કના ચાર્જર તરીકે પણ કામ આપે છે અને યુવી-એલઇડીથી માસ્કને ડિસઇન્ફેક્ટ પણ કરે છે. એટલું જ નહીં આ માસ્કને કંપનીની મોબાઇલ એપ સાથે પણ કનેક્ટ કરી શકાશે!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QAQVP0
ConversionConversion EmoticonEmoticon