લોકડાઉનમાં ભારતમાં રેન્સમવેરના હુમલામાં 200 ટકાનો વધારો

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

આ વર્ષે એપ્રિલથી જૂનના ગાળા દરમિયાન, તેનાથી આગલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ભારતમાં રેન્સમવેર હુમલામાં 200 ટકાનો વધારો થયો હોવાનું બહાર આવ્યું છે.

આ સમયગાળા દરમિયાન લોકડાઉનને કારણે, પ્રમાણમાં સારી સાયબર સિક્યુરિટી ધરાવતી મોટી કંપનીના કર્મચારીઓએ પણ પોત-પોતાના ઘરેથી કામ શરૂ કરવાથી સરવાળે આખી કંપનીની સિક્યુરિટી નબળી પડતાં હેકર્સને મોકળું મેદાન મળ્યું હતું.

રેન્ડમસવેરના હુમલામાં અગાઉ માત્ર ડેટા બ્લોક કરીને તેને અનબ્લોક કરવા માટે ખંડણી માંગવામાં આવતી હતી. પરંતુ સાયબર સિક્યુરિટી એક્સપર્ટના મંતવ્ય અનુસાર હેકર્સ હવે વધુ સ્માર્ટ થયા છે અને ડેટા બ્લોક કરવા ઉપરાંત સંવેદનશીલ ડેટા ચોરવા પણ લાગ્યા છે.  




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32H5GFn
Previous
Next Post »