
મોસ્કો, તા. 30 ઓગષ્ટ 2020, રવિવાર
કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે રશિયાએ એક એવું મશીન બનાવ્યું છે જે હવામાં રહેલા બેક્ટેરિયા, રોગાણુ અને વાયરસ અંગે જાણકારી મેળવવામાં સક્ષમ છે. આટલું જ નહીં પણ આ મશીન હવામાં રહેલા કોરોના વાયરસની તપાસ પણ કરી શકશે. આવા રોગાણુઓની તપાસ કર્યા બાદ થોડી જ સેકન્ડોની અંદર આ મશીન તે અંગે ચેતવણી પણ આપશે. સાથે જ તેના સ્ત્રોત અંગેની માહિતિ પણ આપશે.
રશિયામાં શુક્રવારે મોસ્કો નજીક સૈન્ય ઔદ્યોગિક મંચ 2020ની અંદર ‘કેમિસ્ટ્રી બાયો’ નામના આ મશીનને રજુ કરવામાં આવ્યું હતું. જેને કેએમઝેડ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીન વિકસાવવામાં ગામાલેયા ઇન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના સંશોધકો પણ સામેલ છે. આ એ જ સંસ્થા છે જેણે દુનિયાને પહેલી કોરોના રસી આપ્યાનો દાવો કર્યો છે. આ જ કંપની રસીનું ઉત્પાદન પણ કરી રહી છે.
આ મશીન ફ્રિજ જેવું દેખાય છે. વિવિધ સ્તરમાં તૈયાર થયેલું આ મશીન નાની પ્રયોગશાળાઓથી બનેલું છે. દરેક સ્તરની અંદર એક પ્રયોગશાળા કામ કરે છે. જેની મદદથી હવામાં રહેલા કોરોના અથવા તો અન્ય રોગાણુની તપાસ થઇ શકશે. સ્પષ્ટ પરિણામ આપવા માટે આ મશીન બે તબક્કામાં હવાનું વિશ્લેષણ કરે છે,
પહેલા તબક્કાની અંદર મશીન સપાસની હવાના નમૂના એકઠા કરે છે. માત્ર 10-15 સેકેન્ડની અંદર જ બેક્ટેરિયા અને વાયરસ અંગેની ચેતવણી આપે છે. જો કે પહેલા તબક્કામાં વિશિષ્ટ રોગાણુઓની ખબર નથી પડતી.. હવામાં સ્પષ્ટ રીતે ક્યા જીવાણુ અને પદાર્થ છે તેના માટે વિસસ્તૃત વિશ્લેષણ કરવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YNwtPe
ConversionConversion EmoticonEmoticon