ટી.વી.અભિનેતા રાજેશ કુમાર કોરોનાના સપાટામાં


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 ઓગસ્ટ 2020, શુક્રવાર

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા ઓછુ થવાનું નામ નથી લેતી. તેવામાં ટેલિવિઝન જગતનો અભિનેતા રાજેશ કુમાર પણ કોરોનાની લપેટમાં આવી ગયો છે. 

રાજેશ કુમારે પોતાને કોરોના થયો હોવાની જાણકારી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પરના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા આ ખબર જણાવી હતી. રાજેશ કુમારે ઇન્સટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે, હું મારા ચાહકોને જણાવા માંગુ છું કે, કોવિડ-૧૯ ટેસ્ટ મારી પોઝિટિવ આવી છે. જોકે હાલ હું હોમ કોરોનટાઇન છું. તમારા દરેક લોકોની દુઆઓ અને શુભકામનાઓ માટે હું તમારો આભાર માનું છું.આપણે જલદી જ મારી આવનારી સિરીયલ એક્સક્યૂઝ મી મેડમ દ્વારા મળશું. 

ટીવી શો એક્સક્યુઝમી મેડમમાં રાજેશ કુમાર લીડ રોલમાં છે. તેણે અત્યાર સુધીમાં બા બહુ બેબી, સારાભાઇ વર્સેસ સારાભાઇ, ટેક ટુ, ખિચડી અને શરારત, મહારાજ કી જય હો જેવી સિરીયલોમાં કામ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31DaFrz
Previous
Next Post »