
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 ઓગસ્ટ 2020, શુક્રવાર
ઘણા દિવસોથી ચર્ચા છે કે, શાહરૂખ ખાન વોર ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની મેગા એકશન ફિલ્મ પઠાનમાં જોવા મળવાનો છે. આ ફિલ્મની ઘોષણા યશરાજ ફિલ્મસના ૫૦ વરસ પૂરા થયાના દિવસે કરવામાં આવશે.
હવે આ ફિલ્મને લઇને અપડેટ એ છે કે, આ ફિલ્મમાં જોન અબ્રાહમની પણ એન્ટ્રી થઇ ગઇ છે. રૂપેરી પડદે શાહરૂખ અને જોન સામસામે ટક્કર લેતા જોવા મળશે. જોન પણ આ ફિલ્મમાં શાહરૂખની માફક જ મહત્વના પાત્રમાં જોવા મળશે.
સોશિયલ મીડિયાના પોર્ટલે જણાવ્યું હતું કે, શાહરૂખ અને જોન રૂપેરી પડદે સાથે જોવા મળવાના છે. જોકે બન્નેના પાત્ર વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, બન્ને સામસામે ટક્કર લેતા જોવા મળશે.
સાથેસાથે એવા પણ સમાચાર છે કે, આ ફિલ્મમાં લીડ રોલમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પદુકોણ જોવા મળે તેવી શક્યતા છે. શાહરૂખ અને દીપિકાની જોડી આ પહેલા ઓમ શાંતિ ઓમ, ચેન્નઇ એક્સપ્રેસ અને હેપ્પી ન્યુ ઇયરમાં જોવા મળી હતી અને આ ત્રણેય ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YJqURM
ConversionConversion EmoticonEmoticon