સની લિયોનીનું નામ કોલેજની મેરિટ લિસ્ટમાં ટોપ પર


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 ઓગસ્ટ 2020, શુક્રવાર

કોલકાતાની એક કોલેજમાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ટાણે ખળભળાટ મચી ગયો હતો. બીએમાં પ્રવેશ માટેની પહેલી મેરિટ લિસ્ટમાં સોથી ઉપર બોલીવૂડ અભિનેત્રી સની લિયોનીનું નામ વાંચવા મળ્યું હતું. 

લિસ્ટમાં સની લિયોનીને કક્ષા ૧૨ બોર્ડ પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ચાર વિષયોમાં ૪૦૦ એટલે કે પૂર્ણ માર્ક આપવામાં આવ્યા છે. જેમાં તેનો એપ્લિકેશન આઇડી ૯૫૧૩૦૦૮૭૦૪, રોલ નંબર ૨૦૭૭૭૭-૬૬૬૬ અને પશ્ચિમ બંગાલ કાઉન્સિલ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા પાસ થવાની સાથે વરસ પમ જોવા મળ્યું હતું. 

મેરિટ લિસ્ટના સ્ક્રીનશોટ ઇન્ટરનેટ પર વાયરલ થવાની સાથે જ સનીએ પણ થોડી રમૂજ કરી લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું રિએકશન શેર કર્યું છે. સનીએ લખ્યું છે કે, આવતા સેમિસ્ટરમાં  હું દરેકને કોલેજમાં મળીશ. મને આશા છે કે તમે લોકો મારા વર્ગમાં મારી સાથે જ ભણશો. 

આ બાબતે કોલેજના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોઇએ આવી મજાક કરી છે. મસ્તી કરનારી વ્યક્તિએ જાણી બુઝીને મેરિટ લિસ્ટ સાથે ચેડા કર્યા છે. તેણે સની લિયોનીનું નામ ટાઇપ કરીને ખોટું આવેદન પાઠવ્યું છે. અમે આ ખોટી માહિતીને સુધારવાની સૂચના આપી દીધી છે અને આ સાથે અમે આ કઇ રીતે થયું તેની પણ તપાસ કરીશું.

સની હાલ કોરોનાકાળ દરમિયાન પતિ અને પોતાના બાળકો સાથે અમેરિકાના પોતાના બંગલામાં રહે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hE2RLz
Previous
Next Post »