
નડિયાદ, તા.15 જૂન 2020, સોમવાર
ખેડા જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧૧ પર પહોંચ્યો છે. જેમાં મહેમદાવાદ શહેરમાં આવેલ અર્બન બેંકના મેનેજર અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
મુળ અમદાવાદના બોપલના અને હાલ મહેમદાવાદ અર્બન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ગોપાલકૃષ્ણ બાલારામ ભદ્રકુમાર કોસ્ટી અને તેમના પત્ની તારાબેનને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓ છેલ્લા ૧૩ માસથી શહેરના નવા પરામાં ભાડે રહે છે અને તેઓ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓની આરોગ્ય વિભાગ દ્વારા પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને છેલ્લા પંદર દિવસથી તાવ, શરદી, ઉધરસ જેવી બીમારી હતી જેથી તેઓએ મહેમદાવાદ શહેરના એક ખાનગી દવાખાનામાં દવા લીધી હતી પરંતુ તેઓને સારુ ન થતાં તેઓ ગત તા. ૧૩ જુનના રોજ નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેઓને જણાવ્યું હતું કે તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી તેથી તેઓ ત્યાંથી નડિયાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા અને તે જ દિવસે નડિયાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને ત્યાં દાખલ થયા હતા. આ અંગે આરોગ્ય વિભાગે પૂછપરછ કરતા તેમને અને તેમના પત્નીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળતપાસ કરી આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી તેમજ જે બેંકમાં તેઓ કામ કરતા હતા તે બેંકમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અશોક પટેલ અને તેમની ટીમ દ્વારા રૃબરૃ મુલાકાત લઈ સ્ટાફને રોગ અટકાયત કામગીરી અંગે જરૃરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
ખેડા શહેરના પરા દરવાજામાં રહેતા નર્મદાબેન ઘેલાભાઇ વાઘેલા ઉં.૭૦ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે.ગત તા.૧૦ જૂનના રોજ તેઓને તાવ,શરદી,તથા પેટમાં દુઃખાવા જેવુ લાગતા તેઓ માતરના એક દવાખાને દવા લેવા માટે ગયા હતા.તેમ છતા તબિયતમાં સુઘાર ન જણાતા તેઓ તા.૧૨ જૂનના રોજ ખેડાના એક ખાનગી હોસ્પિટલમાં દવા માટે ગયા હતા.આ ઉપરાંત ગત તા.૧૨ જૂનના રોજ આરોગ્ય ટીમે તેમની તપાસ કરી હતી.આ બાદ ગત તા.૧૩ જૂનના રોજ આરોગ્ય ટીમના સર્વે દરમ્યાન તેમની તબિયતમાં સુઘારો હોવાનુ જણાવ્યુ હતુ.પરંતુ ગત તા.૧૪ જૂનના રોજ તેમને શરીરમાં દુખાવો તથા અશક્તિ લાગતા તેઓ નડિયાદની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા.આ બાદ તેમનો સીટી સ્ક્રેન કરાવતા ન્યુમોનિયાના જેવા લક્ષણો જણાતા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના તબીબોએ તેમનો કોરોના ટેસ્ટ કર્યો હતો.જે આજરોજ પોઝીટીવ જાહેર થયો છે.તેમના પરિવારમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.આ બનાવ બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YFBt7I
ConversionConversion EmoticonEmoticon