અમદાવાદ, તા. 15 જૂન 2020, સોમવાર
સશિયલ ડિસ્ટન્સિંગને લઇન આજે સમગ્ર દુનિયામાં ચર્ચા થઇ રહીં છે પરંતુ સોશિયલ મીડિયાને લઇને પણ ગંભીર રહેવાની જરૂર છે. જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપનો ઊપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખુભ કામના છે.
1. સોશિયલ મીડિયા પર કોઇ પણ પ્રકારની અંગત માહિતી શેર ના કરો. જેવી કે મોબાઈલ નંબર, આધાર નંબર, ઘરનું એડ્રેસ. ઉપરાંત પારિવારિક ફોટો પણ શેર કરવાથી બચવું જોઇએ. તમારા દ્વારા શેર કરવામાં આવેલી આ માહિતીનો ઉપયોગ તમને કનડગત કરવા માટે કરી શકાય છે.
2. જો તમે સોશિયલ મીડિયા પર કોઇ ફોટો કે વિડિયો શેર કરો છો તો તેની સેટિંગ પ્રાઇવેટ રાખો કે લિમિટેડ રાખો. મતલબ ફોટો, વિડિયો, ફ્રેન્ડ લિસ્ટને પ્રાઇવેસીમાં ઓનલી મી કરી રાખો. આ માટે તમે પ્રાઇવેસી સેટિંગમાં જઇ સેટિંગ બદલી શકો છો.
3. કોઇ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતી પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો. તેની પ્રોફાઇલ ચેક કરો અને ટાઇમલાઇન પર નજર ફેરવી લો.
Sharing your sensitive personal details such as address, phone number, Aadhaar number, photo, date of birth etc. on social media makes it easier for a stalker to misuse such details to harass you. It is advisable not to post such details on social media.
— Cyber Dost (@CyberDost) June 3, 2020
4. કોઇ પણ ઓનલાઇન ફ્રેકન્ડ પર આંધળો વિશ્વાસ તમને ક્યારેક કોઇ મુશ્કેલીમાં મુકી શકે છે, કારણે કે વાસ્તવિક મિત્રતા અને વર્ચુઅલ મિત્રતમાં જમીન-આકાશનું અંતર હોય છે. સોશિયલ મીડિયા વડે જો કો તમારી પાસે પૈસા માગે છે તો કોઇ પણ કિંમતે પૈસા ના મોકલો. જો તમારા કોઇ સંબંધી કે મિત્ર ઓનલાઇન પૈસા માગે છે તો પહેલા તેને ફોન કરી ક્રોસ ચેક કરી લો. સીધા પૈસા ટ્રાન્સફર ન કરો.
5. સાયબર અપરાધી સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ છે અને નકલી પ્રોફાઇલ બનાવી ઘાત લગાવી બેઠા હોય છે. તમારી એક ચૂકની રાહ જોઇ બેઠા હોય છે. જો તમારા કોઇ મિત્રની રિક્વેસ્ટ આવે છે તો પહેલા તે તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે કે નહીં તે ચકાસી લો કારણકે ક્યાંક એવું બની શકે કે તમારા કોઇ મિત્રની ફેક આઇડી બનાવી સાયબર અપરાધી તમને ઠગી શકે છે.
6. જો તમારે કોઇ કારણોસર સાઇબર ક્રાઇમના શિકાર થઇ જાઓ છો તો ચિંતા કરવાની જરૂર નથી, પરિવારના સભ્યો અને મિત્ર સાથે વાત કરો. વધારે તકલિફ જણાય તો પોલીસ સ્ટેશન જઇ રિપોર્ટ કરો. તમે નેશનલ ક્રાઇમની વેબસાઇટ પર જઇ પણ ફરિયાદ કરી શકો છો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y5UxNz
ConversionConversion EmoticonEmoticon