સુશાંતના આત્મહત્યાના સમાચાર સહન ના કરી શકી ભાભી, આઘાતમાં લીધા અંતિમ શ્વાસ

મુંબઈ, તા. 16 જૂન 2020, મંગળવાર

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવાર, તેના ચાહકો અન બોલીવુડ આઘાતમાં છે, ત્યારે સુશાંતના ઘરના વધુ એક સભ્યનું મોત થયું છે. સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં થઇ રહ્યા હતા, ત્યારે બિહારમાં રહેતા તેમના ભાઇની પત્નીનું અવસાન થયું છે. સુશાંતના નિધનના સમાચાર મળવાની સાથે જ તેમના ભાભી આઘાતમાં સરી પડ્યાં હતા અને ખાવા-પીવાનું છોડી દીધું હતું.

સુશાંતના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ બિહારના પૂર્ણિયામાં રહેતા તેમના ભાભી સુધા દેવીની તબિયત બગડી ગઈ હતી અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. તેમને અભિનેતાના નિધને ભારે આઘાત લાગ્યો હતો. જ્યારે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી, ત્યારે પૂર્ણિયામાં સુધાએ અંતિમ શ્વાસ લીધા. સુધા તેમના કઝિનની પત્ની છે. ઘરના વધુ એક સભ્યના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સોમવારે વિલે પાર્લે સ્થિત સ્મશાન ઘાટ પર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N2lzPn
Previous
Next Post »