મુંબઇમાં સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર સંપન્ન


(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ,તા.15 જૂન 2020, સોમવાર

અચાનક શાંત થઇ ગયેલા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ક્રિયા સોમવારે બપોરના ચાર વાગ્યે કરવામાં આવી હતી. સોશિયલ ડિન્સ્ટસિંગને ધ્યાનમાં રાખીને  ફક્ત ૨૦ -૨૫ જણાને જ પરમિશન આપવામાં આવી હતી. સુશાંતના પિતાએ પુત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા. 

તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૃંધાવાથી મોત નિપજ્યું હતું તેમ જણાવામાં આવ્યું હતું. સુશાંતના ગળા સિવાય શરીરમાં અન્ય કોઇ જગ્યાએ જિા કે ઘા જોવા મળ્યા નહોતા. ફાંસો લીધાને કારણે ગળા પર તેના નિશાન પડી ગયા હતા. 

મહારાષ્ટ્ર પોલીસે સુશાંત સિંહના ડેડ બોડીની તસવીરો શેર કરવા પર પાબંધી લગાવી દીધી છે.તેમજ આદેશનું પાલન ન કરનાર પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.  આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પહેલાની તસવીરો પણ તરત જ ડિલીટ કરી નાખવામાં આવે.

સુશાંતની અંતિમયાત્રા ટાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જાણે લાગતું હતું કે બોલીવૂડના લોકો કરતા કુદરતને સુશાંતના મોતનો અફસોસ થયો હતો.

સુશાંતના પિતા તેમજ અન્ય પરિવારજનો પટણાથી બપોરે મુંબઇ પહોંચી ગયા હતા અને સીધા જ સુશાંતના ઘરે પંડિતજી સાથે ગયા હતા. હોસ્પિટલમાંથી તેના મૃતદેહ સાથેની એમ્બ્યુલન્સમાં સુશાંત અને તેના પરિવારની નજીક રહેલો સંદીપ સિંહા ડ્રાઇવરની બાજુમાં બેસીને શ્મશાનમાં પહોંચ્યો હતો.

 રિયા ચક્રવર્તી પણ હોસ્પિટલમાંથી સીધી શ્મશાનગૃહ પહોંચી હતી. કહેવાય છે કે સુશાંત રિયા સાથે લગ્ન કરવાનો હતો. લોકડાઉનના સમયમાં સુશાંત અને રિયા સાથે પણ રહ્યા હતા પરંતુ પછીથી બન્ને વચ્ચે બોલાચાલી થતા રિયા પોતાના ઘરે જતી રહી હતી. 

સ્મશાનગૃહમાં  સુશાંતના પિતા, બહેનો-બનેવી,પંડિત  તેમજ પટણાથી સંબંધીઓ સામેલ હતા. આ ઉપરાંત બોલીવૂડમાંથી શ્રદ્ધા કપૂર, રણવીર શોરી,એકતા કપૂર, રણવીર હૂડા તેમજ વિવેક ઓબેરોય, ઉદિત નારાયણ,રાજ કુમાર રાવ,કૃતિ સેનોન,અર્જુન બિજલાની  પણ જોવા મળ્યા હતા. કહેવાય છે કે, બોલીવૂડની અમુક સેલિબ્રિટિઓ પણ શ્મશાન પાસે પહોંચી હતી પરંતુ યાદીમાં નામ ન હોવાથી તેમને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.સુશાંતની ફિલ્મ છીછોરીની ટીમ તેમજ દિનેશ વિઝન પણ જોવા મળ્યો હતો.  વરસતો વરસાદ તેમજ મોઢા પર માસ્ક પહેરેલા હોવાથી ત્યાં હાજર રહેલા તસવીરાકરો ઘણાને ે ઓળખી શક્યા નહોતા.

સુશાંત સિંહ બિહારનો હતો તેમજ સંજય નિરૂપમ બિહાર સાથે સંબંધ ધરાવતો હોવાથી તે પણ સુશાંતની અંતિમ યાત્રામાં જોડાયો હતો. તેણે કહ્યું હતું કે, ફિલ્મ છીછોરે પછી સુશાંતના હાથમાંથી સાત ફિલ્મો નીકળી ગઇ હતી.તેણે સાત ફિલ્મો સાઇન કરી હતી પરંતુ આ ફિલ્મો શરૂ જ ન કરવામાં આવી. બોલીવૂડ બહુ નિષ્ઠુર છે,  જાણે બોલીવૂડે તેના માટે દરવાજા બંધ કરી દીધા હતા તેવું ચિત્ર ઊભું થયું હતું.પરિણામે સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હશે.

ઉલ્લેખનીય  છે કે, સુશાંત સિંહે રવિવારે બપોરે ગળે ફાંસો ખાઇને પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. 

યુવાન એક્ટરને અભિનય ઉપરાંત ખગોળશાસ્ત્રમાં પણ ઊંડો રસ હતો

ગુરુદત્ત પછી સુશાંતના સુસાઇડે ઇન્ડસ્ટ્રીને હચમચાવી

- વ્યોમકેશ બથીના પાત્રને આત્મસાત કરવા સુશાંત કોલકત્તાની ગલીઓમાં રખડયો હતો

બે સુસાઇડ (આપઘાત)એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખી છે. પહેલો સુસાઇડ હતો દંકથારૂપ ફિલ્મ સર્જક ગુરુ દત્તનો અને બીજો પ્રતિભાવંત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો.

તમે સુશાંત સિંહની 'એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી' લો, કાપયો છે લો કે પછી 'ડિરેક્ટર વ્યોમકેશ બક્ષી,' એ પોતાના પરફોર્મન્સમાં જીવંતપણુ લઈ આવ્યો. રાજપૂતે પોતાની સાત વર્ષની ફિલ્મ કરિયરમાં ૧૧ ફિલ્મો કરી અને એ બધામાં પોતાના સહજ અને જીવંત અભિનયને લીધે એક્ટર અમિર છાપ છોડી ગયો. ૨૦૧૬માં રિલીઝ થયેલી ધોની બાયોપિકમાં સુશાંતે ટીમ ઇન્ડિયાના માજી સુકાનીને સિનેમાના પડદા પર જીવંત કરી બતાવ્યો. અત્રે નોંધવું જોઈએ કે ધોની આજની તીરાખે પણ ભારતનો સૌથી લોકપ્રિય ક્રિકેટર છે. એની ક્રિકેટ રમવાની શૈલી અને એની બોડી લેંગ્વેજને પડદા પર મૂર્તિમંત કરવામાં જરાકે કચાશ રહી ગઈ હોત તો દર્શકોએ ચલાવી ન લેત અને ફિલ્મ નિષ્ફળ જાત, પરંતુ સુશાંતે પોતાની લગનીથી આ પડકારને પાર કરી બતાવ્યો.ફિલ્મના શૂટિંગ દરમિયાન ખડકપુમાં સુશાંતની સાથે દિવસો સુધી રહેનાર ધોનીનો સાથી રેલવે કર્મચારી દીપક સિંહ એક્ટરનો અભિનય જોઈને દિગ્મૂઢ થઈ ગયો હતો. 'સુશાંત કમેરા સામે ધોનીની દરેક રીતભાત, એના સ્ટાન્સ, એના હેલિકોપ્ટર શોટ અને એની રનિંગ બિટવીન ધ વિકે - બધુ જ આબેહૂબ કરી બતાવ્યું. એ ખરેખર એક પરફેક્સનિસ્ટ હતો. એ જ રીતે બંગાળી લેખક સારધિન્દુ બંદોપાધ્યાયના નાયક વ્યોમકેશ બક્ષીને સાકાર કરવા સુશાંતે ઘણી મહેનત કરી હતી. પોતાના પાત્રમાં ઊંડે સુધી ખૂંપી જવા એ દિવસો સુધી ધોતિયું-ઝભ્ભો પહેરી કોલકત્તાની ગલીઓમાં ઘુમ્યો હતો. પોતાના ભ્રમણ દરમિયાન એ ચાની ટપરીઓ પર ઊભો રહી બંગાળીબાબુઓ કઈ રીતે પગ પર પગ ચડાવીને બેસે છે એનું નિરીક્ષણ કરતો રહેતો.

ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા સુશાંત ૨૦૦૩માં દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડ્મિશન લીધું હતું, પણ એણે ભણવાનું પૂરું ન કર્યું. એ મુંબઈ આવી પહેલા શ્યામક દાવરના ડાન્સ ટ્રુપમાં અને બેરી જોહનના ડ્રામા ક્લાસીસમાં જોડાયો. અહીંથી એનામાં અભિનયના બીજ રોપાયા.  આ યુવાન બોલીવૂડમાં એક ચમકતા તારાની જેમ ઉગીને અકાળે અસ્ત થઈ ગયો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e8vcbd
Previous
Next Post »