અજય દેવગણ અને ટાઇગર શ્રોફે દેખાડી દરિયાદિલી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 16 જૂન 2020, મંગળવાર

કોરોના રોગચાળાના કારણે લોકડાઉન થયું છે ત્યારથી તેમજ મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દૈનિક વેતનધારીઓને ખાવાના પણ સાંસા પડી ગયા છે. તેથી જ બોલીવૂડની સેલિબ્રિટીઓ આ લોકોની મદદે આવી છે.અજય દેવગણ અને ટાઇગર શ્રોફે જરૂરિયાતોને ફરી મદદ કરી છે. 

અજયે આ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા લોકો માટે ફેડરેશનને રૂપિયા ૫૦ લાખની મદદ કરી ચુક્યો છે. હવે આ વખતે તેણે ફિલ્મમાં એકશન સીન કરનારા સ્ટંટમેની મદદ કરી છે. અજયના પિતા વીરુ દેવગણ પણ એકશન ડાયરેકટર હતા. તેથી ્જયનો સ્ટંટમેન તરીકે કામ કરનારા લોકો સાથે એક વિશેષ સંબંધ રહ્યો છે. રિપોર્ટસની માનીએ તો અજયે સ્ટંટમેનનું કામ કરનારા ૩૫૦ લોકોના ખાતામાં પાંચ-પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે જેથી પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકે. 

બીજી બાજુ ટાઇગર શ્રોફે પણ સ્ટંટમેનના ૩૫૦ પરિવારોને જરૂરી સામાન અને રેશનિંગની વહેંચણી કરી છે. આ પહેલાપણ ટાઇગર શ્રોફ કોરોના વાયરસના પ્રકોપ સામે લડવા માટે મદદ કરી ચુક્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37DqH5S
Previous
Next Post »