
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 16 જૂન 2020, મંગળવાર
સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક નિધનથી મોટા ભાગના લોકોને શોક લાગ્યો છે. સુશાંતના નિધનના સમચારા સાંભળીને તેની ભૂતપૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે ભાંગી પડી હતી.મંગળવારે તે સુશાંતના બાંદરાના ફ્લેટ પર પરિવારજનોને મળવા પહોંચી હતી.
અંકિતાની સાથે સુશાંતનો ખાસ મિત્ર સંદીપ સિંહ, અંકિતાની માતા અને ભાઇ પણ હતા. અંકિતા સુશાંતના ઘરે જતી હતી તે વખતનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં અંકિતા બહુ નર્વસ દેખાતી હતી તેણે હાથમાં ગ્લોવઝ અને મોઢાને માસ્કથી ઢાંક્યુ હતું. જોકે સુશાંતના નિધન પછી તેણે શોક વ્યક્ત કર્યો નથી.
સુશાંત અને અંકિતા સાથે પવિત્ર રિસ્તામાં કામ કરનારી અભિનેત્રી પ્રાર્થનાએ અંકિતાની મનોસ્થિતિ વ્યક્ત કરી હતી.તેણે કહ્યું હતું કે, અંકિતા સતત રડી રહી છે, તેમજ વાત કરવાની સ્થિતિમાં પણ નથી. તેનામાં સુશાંત વિશે જાણવાની હિંમત પણ નહોતી ઉપરાંત તે સુશાંતની છેલ્લી તસવીરો પણ જોવા માંગતી નહોતી.
મારામાં આ બધુ જોવાની તાકાત નથી, જોયા પછી હું શું કરી બેસીશ તે જાણતી નથી. તે પોતાને સંભાળી શકતી નહોતી. તેને સુશાંતની અંતિમ વિધિમાં પણ જવું હતું પરંતુ તેનામાં હિંમત જ નહોતી. અંકિતાએ કહ્યુ ંહતું કે હું સુશાંતને આ પરિસ્થિતિમાં જોઇ શકીશ નહીં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37BelLA
ConversionConversion EmoticonEmoticon