
બર્લિન,૧૭,જુન,૨૦૨૦,બુધવાર
કોરોના વાયરસની મહામારીના પગલે લોકો વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી ઇમરજન્સીનો સામનો કરી રહયા છે. આ સાથે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રકારના શોધ અને સંશોધનો પણ શરુ થયા છે.જર્મનીના બર્લિન શહેરમાં ૮ વૈજ્ઞાાનિકોના એક ગુ્રપે ફેફસાની કોશિકાઓની કોપી કરીને કોવિડ-૧૯ સામે લડી શકે તેવા વાયરસનું સંશોધન કરી રહયા છે. આ વાયરસનું નામ બેકટીરિયોફેઝ કેપ્સિડ છે જે આ વાયરસ ટેકનિક કોરોના વાયરસનું સંક્રમણ અટકાવતી એન્ટી બાયોટિક દવાઓ તૈયાર કરવા કામ આવી શકે થછે. જો સંશોધનમાં વધુ સફળતા મળશે તો કોરોના વાયરસ સામે પણ સૌથી મોટું હથિયાર બની શકે છે.

આ શોધના સંશોધકોનું માનવું છે કે આ નવો વાયરસ સંક્રમક નથી તેમાં ૧૮૦ જેટલા પ્રોટિનના ગુણો હોય છે જે તેના રિસેપ્ટર્સની જેમ કામ કરે છે આથી તે કોરોના ઉપરાંત ઇન્ફ્લૂએન્ઝાના વાયરસને પણ મહાત આપવામાં સફળ રહે છે. આ વાયરસ તબક્કાવાર રીતે ફલૂ વાયરસને ફેફસાની કોશિકાઓની નકલ કરીને પોતાની જાળમાં ફસાવે છે. ત્યાર પછી જાળમાં ફસાયેલા વાયરસની સપાટીને હેમાગ્લુટિનિન નામના પ્રોટિન રિસેપ્ટર્સથી ઢાંકવામાં આવે છે જે ફલુ ઉપરાંત કોવિડ-૧૯ જેવા વાયરસને પ્રભાવી બનતો અટકાવી શકે છે. આ વાયરસ ન્યૂમોનિયા અને શ્વાસ લેવાની તકલીફની સારવાર માટે ઉપયોગી છે. ઘામાંથી કિટાણુંઓનો નાશ કરીને જલદી રુઝ લાવે છે. ખોરાક પેક કરવામાં એન્ટી બેકટેરિયલ ફૂડ રેપ તરીકે પણ કામ આવી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BlCee3
ConversionConversion EmoticonEmoticon