ખેડા જિલ્લામાં કોરોનાના 1 સાથે 5 કેસ


નડિયાદ, તા.17 જૂન 2020, બુધવાર

ખેડા જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧૮  પર પહોંચ્યો છે. જેમાં નડિયાદ શહેરમાં ત્રણ, મહેમદાવાદ શહેરના લીંબચ ચોકમાં  એક,અને એક કેસ ખેડા તાલુકાના લાલી ગામમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોધાયો  છે.

નડિયાદ શહેરના આયુર્વેદિક કોલેજ સામે આવેલ ઉર્મી ફ્લેટમાં રહેતાં ડૉ. પ્રેરક મહેન્દ્રભાઈ શાહ ઉં.વ. ૩૭ અને તેમના પત્ની રીમાબેન પ્રેરકભાઈ શાહ ઉં.વ. ૩૭નો ગત મોડી રાત્રે કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. ડૉ. પ્રેરકને ગત તા. ૮ જુનથી તાવ આવતો હતો જેથી તેઓ પોતાના ઘરે જ  સારવાર લેતા હતા પરંતુ સારું ન થતાં તેઓએ તા. ૧૫ જુનના રોજ મહોળેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યુ હતું. જે તા.૧૬ જુનના રોજ પોઝીટીવ જાહેર થયું છે. આ સાથે તેમના પત્ની રીમાબેન પ્રેરકભાઈ શાહનો કોરોના રીપોર્ટ પોઝીટવ આવ્યો હતો.આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.

નડિયાદના કાછીયાવાડમાં આવેલ લીમડા ખડકીમાં રહેતા અશ્વિનભાઈ શાંતિલાલ કા.પટેલ ઉં.વ. ૫૫નો કોરોના રીપોર્ટ આજ રોજ પોઝીટીવ જાહેર થયો છે. ગત તા. ૧૩ જુનના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ અને પગમાં દુઃખાવો થતો હતો. જેથી તેઓ ગત તા. ૧૫ જુનના રોજ સીવીલ હોસ્પિટલ નડિયાદ ખાતે બતાવવા ગયા હતા. ત્યાંથી ગત તા. ૧૬ જુનના રોજ તેમને એન.ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ  આજરોજ પોઝીટીવ જાહેર થયો છે. અશ્વિનભાઈ મોટી શાક માર્કેટમાં વ્યવસાય કરે છે. તેમના પરીવારમાં ત્રણ સભ્યો છે. આ બાદ આરોગ્ય વિભાગની ટીમે આરોગ્ય ચકાસણી હાથ ધરી છે.

મહેમદાવાદ શહેરના નડિયાદી દરવાજા પાસે આવેલ લીંબચ ચોકમાં રહેતા જીગરભાઈ કૌશિકભાઈ શર્મા, ઉં.વ. ૩૬નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓને ગત તા. ૧૧ જુનના રોજ ઠંડી સાથે તાવ અને સામાન્ય કફ હતો જેથી મહેમદાવાદમાં આવેલ એક સરકારી દવાખાનામાં સારવાર અર્થે ગયા હતા.જીગરભાઈ હીરાપુર ચોકડી પાસે આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમનું ટેમ્પ્રેચર ૧૦૦થી વધારે રહેતું હોવાથી કંપની દ્વારા નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું જેથી ગત તા. ૧૬ જુનના  રોજ એન.ડી. દેસાઈ  હોસ્પિટલમાં બ્લડ ટેસ્ટ અને એક્સ-રે કરાવ્યો હતો. આજ રોજ તેમને ફરીથી હોસ્પિટલ ખાતે બોલાવી કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જે આજે પોઝીટીવ જાહેર થયો છે.  જ્યારે જીગરભાઈના પરિવારના સાત સભ્યોને કોવીડ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારબાદ મહેમદાવાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અશોક પટેલ અને તેમની ટીમ દ્વારા વિસ્તારમાં આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.

ખેડા તાલુકાના લાલી ગામના પ્રજાપતિવાસમાં રહેતા કિરણબેન ભરતભાઈ પટેલ ઉં.વ. ૫૦નો કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેમને ગત તા. ૧૪ જુનના રોજ તાવ આવતો હતો જેથી તેઓ અમદાવાદના ઘાટલોડીયામાં આવેલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં તેઓને સીટીસ્કેન અને એક્સ-રેની સલાહ આપવામાં આવી હતી. આ સાથે તેમને કોરોના ટેસ્ટ કરાવવા અંગે પણ જણાવ્યું હતું. જેથી તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે ગત તા. ૧૬ જુનના રોજ પોઝીટીવ જાહેર થયો છે. 

આ બાદ તેમને અમદાવાદ સારવાર અર્થે મોકલી આપ્યા છે જ્યારે આરોગ્ય ટીમ દ્વારા 18 ઘરો અને 72 વસ્તીની આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YIVZ7z
Previous
Next Post »