- કેટલાક રોગોના ઉપદ્રવ ચિંતાનો વિષય બની રહે છે

વિ ષાણુજન્ય રોગ લાગુ પડે તો તેની સામે એન્ટીબાયોટીક જેવી દવા પણ કારગત નીવડતી નથી. શરીરમાં વિષાણુનો પ્રતિકાર કરવાની ક્ષમતા ઊભી થાય ત્યારે તે રોગ મટે છે. આવા રોગને અટકાવવા તેની સામેની પ્રતિકારક્ષમતા અગાઉથી વિકસાવી શકાય છે. તે માટે અગાઉથી રસી મુકાવવી જોઈએ. દરેક વિષાણુજન્ય રોગ માટે અસરકારક રસી શોધાઈ નથી અથવા તો આવી રસી સહજ પ્રાપ્ય નથી. આવા રોગના પ્રતિકાર માટે એક નવી આશા છે ઈન્ટરફેરોન.
આમ તો વિષાણુજન્ય રોગોના નામોથી સહુ કોઈ પરિચિત છે. શીતળા, ઓરી, અછબડા, શરદી, ફ્લ્યુ, આંખ દુઃખવા આવવી હીપેટાઈટીસ-બી, એઈડ્ઝ, ચીકનગુનિયા વગેરે તેના કેટલાક ઉદાહરણો છે.
ઈન્ટરફેરોન વિષાણુજન્ય રોગ સામે કેવી રીતે પ્રતિકાર ઊભો કરે છે તે સમજવા પ્રથમ તો વિષાણુઓ કેવી રીતે હુમલો કરે છે તે જાણવું જોઈએ. આપણું શરીર સૂક્ષ્મ કોષોનું બનેલું છે. આ કોષ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણાં શરીરમાં અંદાજે એક લાખ અબજ સૂક્ષ્મ કોષો હોય છે. દરેક કોષને કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રમાં છેંતાલીશ રંગસૂત્રો હોય છે. દરેક રંગસૂત્રમાં આપણાં લક્ષણોના ધારક અને સ્ત્રોત સમા હજારો જનીનો હોય છે. આ જનીનો ડીએનએના રાસાયણિક મહાઅણુના બનેલા છે. ડીએનએના મહાઅણુમાં વણાયેલ સંકેત પ્રમાણે આપણું શરીર વિકાસ પામે છે અને કામ આપે છે.
જ્યારે વિષાણુનો હુમલો થાય છે ત્યારે તે હુમલો ખરેખર આ સૂક્ષ્મ કોષો પર થાય છે તે હુમલો કરી ડીએનએમાં કુદરતે મૂકેલા સંકેત પર પકડ જમાવે છે. પોતાના સંકેતો છોડવા માડે છે. આ સંકેતો એવા હોય છે જેથી પોતાના જેવા જ વિષાણુઓ ઉત્પન્ન થવા લાગે. આ નવા વિષાણુઓ અન્ય સ્વસ્થ કોષો પર હુમલો કરે છે. તેમના તંત્રને ખોરવી નાખે છે. આમ વિષાણુજન્ય રોગ લાગુ પડે છે. આમ ને આમ ચાલે તો માણસ મૃત્યુ પામે, પરંતુ કુદરતે જીવનના રક્ષણ માટેની સુવિધા પણ એ જ કોષોમાં ગોઠવેલી છે જે કોષ પર વિષાણુનો હુમલો થાય છે તે કોષ વિષાણુની અનેક'નકલો' બનાવવા લાગે છે.
તે જ કોષ સાથે સાથે ઈન્ટરફેરોનની પણ નકલો બનાવવા લાગે છે. ઈન્ટરફેરોનના અણુ રોગગ્રસ્ત કોષમાંથી સ્વસ્થ કોષમાં પહોંચી જાય છે. તે કોષને તેના પર આવી રહેલા હુમલા માટે તૈયાર કરે છે. તે સ્વસ્થ કોષને વિષાણુઓ સામનો કરી શકે તેવા પ્રોટીન ઉત્પન્ન કરવા પ્રેરે છે. જ્યારે વિષાણુઓ આવા લડત આપવા તૈયાર કોષો પર હુમલો કરે છે ત્યારે કાં તો તેની 'ગઢ' જેવી દીવાલ ભેદી અંદર દાખલ થઈ શકતા જ નથી. જો દાખલ થાય તો તે પોતાની નકલો તૈયાર કરી શકતા નથી.
જો પોતાની નકલો તૈયાર કરે તો તે વિષાણુની નકલો બીજા કોષો પર હુમલો કરવા બહાર જઈ શકતી નથી. આમ ઈન્ટરફેરોન આપણા શરીરના કોષોને વિષાણુઓ સામેની લડત માટે બરાબર તૈયાર કરે છે. એક વખત આ કોષો તૈયાર થઈ જાય પછી ત્યારે તે વિષાણુઓનો સામનો કરી શકે છે.
આથી આપણા શરીરના કોષોને અગાઉ તૈયાર કરવા તેને કૃત્રિમ રીતે મેળવેલું ઈન્ટરફેરોન પહોંચાડવું જોઈએ. માનવીના રક્તમાંથી ઈન્ટરફેરોન મેળવી શકાય છે. પરંતુ તે જટીલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. ફીનલેન્ડમાંના હેલસીંગ ઈન્સ્ટ્રીટયુટે ૧૯૭પમાં પ૦,૦૦૦ લીટર રક્તમાંથી માત્ર ચુંમાલીશ મિલિગ્રામ ઈન્ટરફેરોન મેળવેલું. ઈન્ટરફેરોનના અડધા કિલોગ્રામ જેટલા શુદ્ધ જથ્થાની કિંમત દસ અબજ થી વીસ અબજ ડોલર થાય પરંતુ હવે જનીન ઈજનેરી વિદ્યા માનવીની વ્હારે આવી છે. આ વિદ્યાથી વધારે પ્રમાણમાં ઈન્ટરફેરોન બનાવી શકાય તેમ છે.
તે માટે કેનેડામાં 'બાયોટેક' નામની પેઢી સ્થપાઈ છે. આ ઉપરાંત પણ હવે તો ઘણી કમ્પની ઈન્ટરફેરોન બનાવે છે. અમુક પ્રકારના લોહીના કેન્સરથી પણ તે માનવીને બચાવી શકે તેમ છે. વિષાણુઓ સામે ઈન્ટરફેરોન 'કિલ્લેબંધી' કરાવી દે છે. તેમ કહી શકાય.
હાલમાં કોવિડ-૧૯ વાઈરસને કારણે કોરોનાનો ઉપદ્વવ ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે શું આ ઈન્ટરફેરોન આ રોગની સારવારમાં ઉપયોગી નીવડી શકે તેનું ઈન્વેસ્ટીગેશન ચાલી રહ્યું છે.
ઈન્ટરફેરોન ત્રણ પ્રકારના હોય છે. ચનૅરચ, મ્ીાચ અને ય્ચસસચ એમાંના ઈન્ટરફેરોન મ્ીાચ-૧ચ અને ઈન્ટરફેરોન ચનૅરચ-૨મ આ બંનેનું કોવિડ -૧૯ ર્ભર્હિચ ફૈિેજ રોગની સારવાર માટે ઉપયોગી થઈ શકે કે નહીં તેનું પરીક્ષણ થઈ રહ્યુું છે.
પરંતુ જ્યારે ઈન્ટરફેરોન શરીરના કોષો સુધી પહોંચે ત્યારે પ્રાથમિક તબક્કામાં તે ફ્લૂના લક્ષણોને વધારી દે છે. આથી કોરોનાગ્રસ્ત પેશન્ટને શું તે આપી શકાય કે નહીં તે વિચાર માગી લે છે. બીજું કે તેની સાઈડ ઈફેક્ટ પણ ઘણી છે. જેમ કે શ્વેત કણો ઓછા કરી નાખવા, લીવર પ્રોબ્લેમ અને ડીપ્રેશન આથી પણ તેના ઉપયોગ વિશે હજુ હિંચકીચાટ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fA7e8X
ConversionConversion EmoticonEmoticon