
મુંબઈ, તા. 14 જૂન 2020, રવિવાર
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ એમ.એસ. ધોનીના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ ખાતે પોતાના ઘરમાં રહસ્યમય કારણસર આત્મહત્યા કરી લીધી છે. હાલ મુંબઈ પોલીસ તપાસ માટે સુશાંતના ઘરે પહોંચી છે અને જાણવા મળ્યા મુજબ સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી.
સુશાંતની આત્મહત્યાના સમાચારથી બોલિવુડમાં સોપો પડી ગયો છે અને અક્ષય કુમાર સહિતના કલાકારોએ ટ્વિટરના માધ્યમથી આ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઉભરતા કલાકાર સુશાંતે કયા કારણસર આત્મહત્યા કરી લીધી તે હજુ સામે નથી આવ્યું પરંતુ પોલીસ તેમના નોકર અને પાડોશીઓની પુછપરછ કરી રહી છે.
આના પહેલા ગત 9 જૂનના રોજ સુશાંતની મેનેજર રહી ચુકેલી દિશા સાલિયાને મુંબઈની એક બહુમાળી ઈમારત પરથી કુદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યા બાદ દિશાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કરી હતી. તે સમયે સુશાંત સિંહે પોતાની ઈન્સ્ટા સ્ટોર પર દિશાને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. તેણે લખ્યું હતું કે, 'આ ખૂબ જ દુખદ સમાચાર છે. દિશાના પરિવાર અને મિત્રોને મારી સાંત્વના. ઈશ્વર તારા આત્માને શાંતિ આપે.'
ત્યારે હવે સુશાંતે પોતે જ આત્મહત્યા કરી લીધી છે. સુશાંત એક ખૂબ જ ઉમદા કલાકાર હતા અને તેમણે બેકઅપ ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી જ્યારે અભિનેતા તરીકે તેમની પહેલી ફિલ્મ 'કાઈ પો છે' હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y2MbGt
ConversionConversion EmoticonEmoticon