
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 જૂન 2020, ગુરુવાર
કોરોના વાયરસનો પ્રકોપ ઓછુ થવાનું નામ લેતો નથી. પરિણામે લોકડાઉનની સ્થિતિ હોવાથી દૈનિક વેતનધારીઓ બેરોજગાર બની ગયા છે. એવામાં શાહિદ કપૂર થોડા ડાન્સર્સની મદદે આવ્યો છે અન ેતેણે તેમના બેન્કના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી છે.
એક સૂત્રે જણાવ્યું હતું કે, શાહિદે કારકિર્દીની શરૂઆતમાં જે જે ડાન્સરો સાથે કામ કર્યું હતું તેવા દરેકને શાહિદે આર્થિક મદદ કરી છે. એવા લગભગ ૪૦ ડાન્સર્સો છે જેમના બેન્ક એકાઉન્ટમાં શાહિદે રૂપિયા જમા કરાવ્યા છે. શાહિદ બે-ત્રણ મહિના સુધી આ રીતે તેમને મદદ કરતો રહેશે.
રિપોર્ટના અનુસાર શાહિદે પોતાની પ્રથમ ફિલ્મ ઇશ્ક વિશ્કથી આ ડાન્સર્સો સાથે કામ કર્યું છે. જેને ૧૭ વરસ થઇ ગયા છે અને ્હાલ તેમની આર્થિક હાલત બહુ જ ખરાબ છે, અને એમાંથી તો ઘણા હાલ કામ પણ નથી કરી રહ્યા, આ ઉપરાંત શાહિદે એવા ડાન્સર્સોને પણ રકમ મોકલી છે જેમની સાથે તેણે ધતિંગ નાચ, શાનદાર અને અગલ બગલ ગીતોમાં કામ કર્યું હતું.
શાહિદ કોરિયોગ્રાફર બોસ્કોના ટૂપના ૨૦ અને અહમદ ખાના ટૂપના ૨૦ ડાન્સર્સની મદદ કરી રહ્યો છે.
શાહિદ પોતે પણ એક સારો ડાન્સર છે. પોતાની કારકિર્દીની શરૂઆતમાં શાહિદ ડાન્સ ટૂપનો હિસ્સો હતી. તે સુભાષ ઘાઇની ફિલ્મ તાલના એક હીતમાં જોવા મળ્યો હતો. આ ગીતની લીડ ડાન્સર ઐશ્વર્યા રાય બચ્ચન હતી જ્યારે શાહિદ બેકગ્રાઉન્ડ ડાંસર્સમાં સામેલ હતો.
લોકડાઉન દરમિયાન શાહિદ પત્ની મીરા અને બાળકો સાથે પંજાબના વ્યાસમાં રાધા સ્વામી આશ્રમમાં રહેવા ગયો છે. તે ૧૭ માર્ચથી ત્યાં જ રહી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hnoDU7
ConversionConversion EmoticonEmoticon