નવી દિલ્હી, તા. 18 મે 2020, સોમવાર
વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં પર્યાવરણમાં ઉત્સર્જિત થતા હાનિકારક ગેસ પણ ઓછા થઇ રહ્યા છે જેનાથી પર્યાવરણને ઘણો ફાયદો પણ થયો છે પરંતુ સૂર્યના લોકડાઉનમાં જવાના કારણે ધરતી પર ઘણી બધી વસ્તુઓનું જોખમ વધી ગયુ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૂરજના લોકડાઉનમાં જવાને કારણે ઘણી જગ્યાએ ખૂબ જ ઠંડી પડી શકે છે. ક્યાંક ભૂકંપ આવી શકે છે તો ક્યાંક સુનામી આવી શકે છે અને પાક પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સૂર્ય હાલ 'સન મિનિમમ'ની સ્થિતિમાં છે. એટલે કે સૂરજ આરામ કરી રહ્યો છે. કેટલાક નિષ્ણાંતો તેને સૂરજનું રિસેશન અને લોકડાઉન પણ કહી રહ્યા છે. 'સન મિનિમમ'નો અર્થ છે કે સૂર્યની સપાટી પર થતી એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સૂરજ રિસેશનના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે, જેમાં સૂર્યની સપાટી પર સન સ્પૉટ ઘટતા જાય છે. આમ, સૂરજની સપાટી પર સન સ્પોટના ઘટવાને યોગ્ય નથી માનવામાં આવતું.
માહિતી અનુસાર 17મી અને 18મી સદીમાં આ પ્રકારે સૂરજ સુસ્ત બની ગયો હતો. જેના કારણે સમગ્ર યૂરોપમાં નાનકડા હિમયુગની શરૂઆત થઇ હતી. થેમ્સ નદી જામીને બરફ બની ગઇ હતી. પાકને નુકશાન થયુ હતુ.
એસ્ટોનૉમર ડૉ. ટોની ફિલિપ્સે કહ્યુ, 'સોલર મિનિમમ શરૂ થઇ ગયુ છે અને તે ઘણું ઊંડું છે. સૂરજની સપાટી પર સન સ્પૉટ બનવાનું બંધ થઇ ગયુ છે અને સૂરજનું મેગ્નેટિક ફીલ્ડ નબળુ પડી ગયુ છે, જેના કારણે વધારાના કૉસ્મિક કિરણો સોલર સિસ્ટમમાં આવી રહ્યા છે.'
ડૉ. ટોની ફિલિપ્સના જણાવ્યા અનુસાર, 'વધારાના કૉસ્મિક કિરણોને કારણે એસ્ટ્રૉનોટ્સ અને પોલર એર ટ્રાવેલરના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. નાસાના વૈજ્ઞાનિકોનો ડર છે કે સોલર મિનિમમના કારણે 1790થી 1830 દરમિયાન ઉત્પન્ન થનાર ડેલ્ટન મિનિમમની પરિસ્થિતિ ફરીથી આવી શકે છે. જેના કારણે કડકડતી ઠંડી, પાકને નુકશાન થવાની શક્યતા, દુકાળ અને જ્વાળામુખી ફાટવા જેવી ઘટનાઓ વધી શકે છે.'
10 એપ્રિલ 1815માં બીજુ સૌથી મોટુ વૉલકેનો ઇરપ્શન થયુ હતું. આ ઇન્ડોનેશિયાના માઉન્ટ ટંબોરામાં થયુ હતુ, જેના કારણે 71,000 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ 1816ને ગરમી વગરનું વર્ષ નામ આપવામાં આવ્યુ હતુ. આ વર્ષને ''Eighteen Hundred and Froze to Death'' નામ આપવામાં આવ્યુ હતુ, જ્યારે જુલાઇ મહિનામાં કેટલીય જગ્યાએ બરફ પડ્યો હતો.
આ વર્ષમાં અત્યાર સુધી સૂરજમાં કોઇ પણ પ્રકારના સનસ્પૉટ જોવા મળ્યા નથી, જે હાલમાં 76 ટકા છે. વર્ષ 2019માં 77 ટકા હતું. વૈજ્ઞાનિકોના અભ્યાસ બાદ જાણવા મળ્યુ છે કે આપણા આકાશગંગામાં આવેલા સૂર્ય જેવા જ અન્ય તારાઓની સરખામણીમાં આપણા સૂરજની ચમક-ધમક ફીક્કી પડી રહી છે.
વૈજ્ઞાનિક હજુ સુધી જાણી શક્યા નથી કે આ ક્યાંક કોઇ તોફાન પહેલાની શાંતિ તો નથી ને. સૂરજ અને તેના જેવા અન્ય તારાઓનો અભ્યાસ તેની ઉંમર, ચમક અને રોટેશનના આધારે કરવામાં આવ્યો છે. છેલ્લા 9000 વર્ષમાં તેના પ્રકાશમાં પાંચ ગણો ઘટાડો થયો છે. સોલર સ્પોટ ત્યારે બને છે જ્યારે સૂરજના કેન્દ્રમાંથી તીવ્ર લહેર ઉપર ઉઠે છે. તેનાથી મોટો વિસ્ફોટ થાય છે. અંતરિક્ષમાં સૌર તોફાન સર્જાય છે.
ડૉ. ટિમો રીનહોલ્ડે જણાવ્યું કે જો આપણે સૂરજની ઉંમરથી 9000 વર્ષની સરખામણી કરીએ તો તે ખૂબ જ ઓછો સમયગાળો છે. સામાન્ય અંદાજે કહેવામાં આવે તો શક્ય છે કે સૂરજ થાકી ગયો છે અને તે થોડોક આરામ કરી રહ્યો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LFuSUG
ConversionConversion EmoticonEmoticon