પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ ઝડપથી નોર્થ પોલ તરફ સરકી રહયું છે


લંડન, 18, મે, 2020, સોમવાર 

જો આપ ગુગલમાં કોઇ મેપ કે કોઇ અન્ય જીપીએસ સેવાનો નિયમિત ઉપયોગ કરે છે તેમના માટે  જાણવા જેવું એ છે કે પૃથ્વીથી બદલતા ચુંબકિય ક્ષેત્રના કારણે રસ્તો ભટકી જાવ તેવું બની શકે છે. 1999 થી 2005 સુધી પૃથ્વીનું ચુંબકિય ક્ષેત્ર દર વર્ષે 50 કિમી કરતા વધારે ગતિથી સરકયું છે. વલ્ડ મેગ્નેટિક મોડેલમાં જોવા મળ્યું કે પૃથ્વીનું ચુંબકિય ક્ષેત્ર સરકવાની વર્તમાન ગતિ પ્રતિ વર્ષ 35 માઇલ એટલે કે 55 કિમી જેટલી છે. હોકાયંત્ર અને કંપાસ આના આધારે જ કામ કરતા હોવાથી વૈજ્ઞાનિકો મેગ્નેટિક મોડેલના અપડેટની તૈયારી કરી રહયા છે જો કે આમ તો આ એક નિયમિત પ્રક્રિયા છે જે દર પાંચ વર્ષે કરવામાં આવે છે છેલ્લે 2015માં વલ્ડ મેગેનેટિક મોડેલને અપડેટ કરવામાં આવ્યું હતું. 


જાણકારોનું માનવું છે કે જીપીએસ પૃથ્વીના ભૌગોલિક અ ચુંબકિય ધ્રુવોના અંતરની ગણતરીના આધારે કામ કરે છે. ભૌગોલિક ઉત્તરી ધ્રુવના અંતરની ગણનાના આધારે કામ કરે છે. ભૌગોલિક ઉત્તરી ધ્રુવ અ ચુંબકિય ધ્રુવમાં અંતર હોય છે આથી વૈજ્ઞાનિકો વખતો વખત મેગ્નેટિક મોડેલ અપડેટ કરે છે. છેલ્લે ગત વર્ષ નવેમ્બર 2019 માં અપડેટ કરવામાં આવ્યું હતું. 

નોર્થ પોલની શોધ જેમ્સ કલાર્કે રોસે સૌથી પહેલા 1831માં કનાટા નુનાવુટમાં બૂધિયા પેનિનસૂલા પર કરી હતી અને ચુંબકિય ક્ષેત્રનું પ્રથમ માપ ઇસ 1831માં લેવામાં આવ્યું હતું. ત્યારથી માંડીને 189 વર્ષ સુધીમાં ચુંબકિય ક્ષેત્ર કેનડાથી સાઇબેરિયા તરફ 1400 માઇલ એટલે કે 2300 કિમી જેટલું સરકયું છે. વર્ષ 2000ની સરખામણીમાં અત્યારે ચુંબકિય ઉત્તરી ધ્રુવ તરફની ગતિ લગભગ ચાર ગણી થઇ છે.


બ્રિટન અને ડેન્માર્કના રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોનું માનવું છે કે પૃથ્વીના ગર્ભમાં ચાલતી હલચલોના કારણે આમ થાય છે. પૃથ્વીની નીચે લોહના વહેણની પણ તેના પર ઘણી અસર થાય છે. સ્ટડીમાં જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિકો ત્યારથી તેની પોઝિશન પર સ્ટડી કરી રહયા છે. લીડ રિસર્ચર યૂનિવર્સિટી ઓફ લીડસ્માં જિયો ફિઝિકસના એસોસિએટ પ્રોફેસર ફિલ લિવરમોરનું માનવું છે આવું પહેલા કયારેય જોવા મળ્યું નથી. મેગ્નેટિક ફિલ્ડ પોલ સાઇબેરિયા તરફ ખસતું રહેશે પરંતુ દાવા સાથે ભવિષ્યનું અનુમાન લગાવવું એક પડકારજનક છે.  16 મી સદી પછી આ સૌથી વધુ ઝડપ છે જેના કારણે દુનિયા ભરમાં એવિએશન, નેવિગેશન સિસ્ટમ અને જીપીએસ બેસ્ડ સ્માર્ટફોન એપ્સ પર પડી શકે છે. બ્રિટિશ જિયોલોજિકલ સર્વેના મત મુજબ મેગ્નેટિક નોર્થ પોલ નોર્થ કેનેડા પાસે સાઉથ પોલ છેલ્લા 100 વર્ષમાં પોતાની જગ્યાએથી ખૂબજ ઓછું ખસ્યું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ydCo69
Previous
Next Post »