કપડવંજ શહેરના કેટલાક વિસ્તારો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા


નડિયાદ,તા.7 મે 2020, ગુરુવાર

ખેડા જિલ્લા કલેકટરે કપડવંજ શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન  જાહેર કરતું એક જાહેરનામુ બહાર પાડયું છે. કપડવંજના આ તમામ વિસ્તારના લોકોને હોમડિલીવરીથી વસ્તુ પહોચાડવામાં આવશે તેમ જણાવ્યુ છે.

પોઝિટિવ કેસ નોંધાતા કપડવંજ શહેરમાં આવેલ મક્કી મહોલ્લા રોડ વિસ્તારમાં મળી આવેલ હોઇ,આ વિસ્તારના મક્કી મહોલ્લા, ફકીરવાડો, ઘાંચીવાડો તથા ગલી મુખીની ચાલી વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવેલછે.આ વિસ્તારમાં તમામ  પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીગ કરવાનુ રહેશે.આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો ) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવનૃજાવનની પ્રવૃતિઓ ન થાય તે મૂજબ નિયંત્રણ કરવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xJmPD7
Previous
Next Post »