નડિયાદમાં કેટલાક વિસ્તારો કન્ટેઇન્મેન્ટ જાહેર જરૂરી વસ્તુઓ હોમ ડિલિવરીથી અપાશે


નડિયાદ,તા.  7 મે 2020, ગુરુવાર

ખેડા જિલ્લા કલેકટરે આજે એક વધુ જાહેરનામુ બહાર પાડી નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ તમામ વિસ્તારના  રહીશોેને હોમડિલીવરીથી જરુરી વસ્તુઓ પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યુ ંછે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત્ રોજ નોંધાયેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના કુલ-૪ પોઝીટીવ કેસ પૈકી વાઘેશ્વરી વિસ્તારમાં-૧,ઇશ્વરપાર્ક સોસાયટીમાં-૧,મંગલપાર્ક સોસાયટીમાં-૧,ખોડિયાર નગર-૧માં કેસ મળી આવતા સદર તમામ વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ માં આવ્યો છે.

આજે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં જણાવ્યા મુજબ નડિયાદ શહેરમાં આવેલ વાઘેશ્વરી વિસ્તાર,નિસર્ગ સોસાયટી, ક્રિષ્ના બંગ્લો, ભાગ્યલક્ષ્મી સોસાયટી,બુટકેશ્વર સોસાયટી,મારૂતિનંદન માઇકૃપા સોસાયટી, કામીની સોસાયટી,શ્યામકુંજ સોસાયટી. અંબિકાનગર, વિજયનગર, રાજદીપ સોસાયટી, અષ્ટદીપ સોસાયટી,ચંદ્રદીપ સોસાયટી,જલદર્શન સોસાયટી, માઇદર્શન એપાર્ટમેન્ટ, મીશન રોડ પર એલીમ ચર્ચ પાછળ આવેલ ઇશ્વરપાર્ક સોસાયટી વિસ્તારના ઇશ્વરપાર્ક સોસાયટી, ચંદ્રસેતુ સોસાયટી, પરાગ સોસાયટી, જ્યોતિ સોસાયટી,મારૂતિ નગર,નવદીપ નગર,સંતયોગીરાજ સોસાયટી,ભાતૃભાવ સોસાયટી-૧. પુનિત સોસાયટી વિસ્તાર તથા મંગલપાર્ક સોસોયટી વિસ્તારમાં આવેલ મંગલપાર્ક સોસાયટી,ગુરુકૃપા સોસાયટી,ઓવરબ્રિજ છાપરા,નવુ ફળિયુ, સગરાદ નગર,એ,બી,સી,ડી,કુંભારચાલી,ભગીરથ સોસાયટી,પટેલપાર્ક અને લક્ષ્મી કોલોની વિસ્તાર,ખોડિયાર નગર-૧ વિસ્તારના ખોડિયાર નગર-૧ ખોડિયાર નગર-૨, જય સોમનાથ સોસાયટી,કૃષ્ણ નગર સોસાયટી,એન. એસ,સ્કુલ પાછળની બાજુનો સ્લમ એરીયા,નિસર્ગ બંગ્લોઝ,પરમહંસ સોસાયટી,અમીઘરા એપાર્ટમેન્ટ, અંજલિ કોમ્પલેક્ષ,આયુશી એપાર્ટમેન્ટ,વિપુલ સોસાયટી,નવકાર ફલેટ તથા અક્ષર એવન્યુ વિસ્તારોને કોવિડ-૧૯ ના કન્ટેઇન્મેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેર આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનુ રહેશે. ઉપરાંત આ વિસ્તારને આવરી લેતા તમામ મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો ) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવનૃજાવનની પ્રવૃતિઓ ન થાય તે મૂજબ નિયંત્રણ કરવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfSx8w
Previous
Next Post »