નડિયાદ,તા. 7 મે 2020, ગુરુવાર
સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલમાં લાખો હરિભક્તોએ આજે પૂનમ નિમિત્તે ઓનલાઇન લાઇવ મહાપૂજા કરી હતી.દેવોને સૂકામેવાના તથા ચંદનના શણગાર કરવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિધ્ધ તીર્થધામ વડતાલમાં કોરોનાના વૈશ્વિક સંકટ નિવારવા અને વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના ગ્રસિતની જીવન રક્ષા માટે ઓનલાઇન મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુ.વડતાલ મંદિરથી ભૂદેવ મંત્રોચ્ચાર કરતા હતા અને ભાવિક હરિભક્તોએ ઘરે બેઠા લાઇવ પ્રસારણ નિહાળી-સાંભળીને પૂજા કરી હતી.વર્ષોથી લાખો લોકો દર પૂનમે વડતાલ આવે છે. આજે લોક ડાઉનના કારણે તેઓ વડતાલ આવી શકે તેમ ન હતા.જેથી મંદિર દ્વારા લાઇવ મહાપૂજાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ મહાપૂજાનો વિવિધ શહેરોના લાખો હરિભક્તોએ લાભ લીધો હતો.આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે પૂર્ણાહૂતિની આરતી કરીને પૂનમીયા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને કોરોના મૂક્તિ માટે પ્રાર્થના કરી હતી.આ સ્થિતીમાં લોકડાઉનનુ ચૂસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.આ પૂજામાં ચેરમેન દેવપ્રકાશ સ્વામી,નૌતમસ્વામી,શ્રીવલ્લભ સ્વામી,મૂનિવલ્લભ સ્વામી બેઠા હતા.અને દેવોને સૂકામેવાના તથા ચંદનના શણગાર કરવામાં આવ્યા હતા.આજરોજ પૂજામાં કોરોના નિવૃતિ અને વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના ગ્રસિતની જીવન રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી એમ વડતાલ મંદિર દ્વારા જણાવ્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WzpiIJ
ConversionConversion EmoticonEmoticon