નડિયાદ, તા.22 મે 2020, સોમવાર
કપડવંજમાં આવેલ એક રાષ્ટ્રીયકૃત બેંકના અમદાવાદથી આવતા કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક નાગરિકોમાં ભય ફેલાયો છે.કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના સમાચાર મળતા બેંકને સેનેટાઇઝ કરવામાં આવી હતી.
ખેડા જિલ્લા અત્યાર સુધીમાં કોરોનાના ૯ પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે કપડવંજ શહેરમાં આવેલ બેક ઓફ બરોડા શાખામાં નોકરી કરતા ૨૮ વર્ષીય એક બેંક કર્મચારીને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ કર્મચારી અમદાવાદના કાલુપુરથી દરરોજ કપડવંજ ખાતે અપડાઉન કરતા હતા.
પરંતુ બેંકના કામકાજમાં રોકાયેલ આ કર્મચારી છેલ્લે તા.૧૬ એપ્રિલ બાદ કપડવંજમાં આવ્યા ન હોવાનુ બહાર આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ વ્યક્તિનો કોરોના પોઝીટીવ આવ્યા હોવાનો સમાચાર મળતા બેંક બંધ કરવામાં આવી હતી અને સમગ્ર બેંક પરીસરમાં સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે બેંકના મુખ્ય શાખા પ્રબંધક સંજય રાય અને બેંકના રીજીયોનલ મેનેજરે જણાવ્યુ હતુ કે આ કર્મચારી તા.૧૬ એપ્રિલ બાદ બેંકમાં આવ્યા નથી.હાલ તેઓ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે.આ માહિતી મળતા બેંકનુ સમગ્ર કામ બંધ કરી દેવામાં આવ્યુ છે અને બંકને સેનેટાઇઝ કરવામાં આવી છે. આવતી કાલથી બેંકનુ કામ રાબેતા મૂજબ શરૃ થશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.જો કે આ બનાવથી બેંકમાં આવતા ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ddTyzq
ConversionConversion EmoticonEmoticon