નડિયાદ, તા.22 મે 2020, સોમવાર
ઉત્તરપ્રદેશના પરપ્રાંતિય શ્રમિકોએ આજે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના રેલ્વે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતાના માદરે વતન જવા પ્રયાણ કર્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા તાલુકાઓમાંથી ૩૨થી વધુ બસો મારફતે નડિયાદ રેલ્વે સ્ટેશને લાવેલા ઉત્તરપ્રદેશના ૧૨૦૦ જેટલા શ્રમિકો આજે સાંજે ટ્રેન મારફતે ગોરખપૂર જવા રવાના થયા છે. છેલ્લાં બે દિવસથી ચાલતા રજીસ્ટ્રેશનમાં કલેક્ટર કચેરીએ ૨૬૦૦ જેટલા ઉત્તરપ્રદેશના શ્રમિકોએ માદરે વતન જવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી આજે ૧૨૦૦ શ્રમિકોને નડિયાદ સ્ટેશનથી સ્પેશ્યલ ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં છેલ્લાં ૪૫ દિવસથી ચાલતા લોકડાઉન સમયે ફસાઇ ગયેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવા માટે સ્પેશિયલ ટ્રેન દ્વારા પહોચાડવાની શરુઆત આજે નડિયાદ રેલ્વે સ્ટેશનેથી કરવામાં આવી છે. જેમાં જુદા જુદા તાલુકાઓમાંથી આશરે ૧૧૩૪ પરપ્રાંતિયો સાંજે ૭ વાગ્યા સુધીમાં ટ્રેનમાં ગોઠવાઇ ગયા હતા. આ તમામ લોકો નડિયાદ રેલ્વે સ્ટેશને સાંજે ૪વાગ્યાથી પહોંચવા માંડયા હતા. જેમાંથી ૧૮ બસો પોતાને નિયત સમયે પહોચી ગઇ હતી. જ્યારે અન્ય ૧૦ થી ૧૨ બસો સમયે પહોચી ન હતી.આથી મોડી સાંજ સુધી શ્રમિકોને ટ્રેનમાં ભરવાની કામગીરી વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ ખડેપગે કરી હતી. નડિયાદથી ઉપડનારી આ ટ્રેન ઉત્તરપ્રદેશના ગોરખપુર શહેર સુધી જશે. આ દરમ્યાન વચ્ચે આવતા સ્ટાપેજ પર ટ્રેન ઉભી રહેશે અને શ્રમિકો પોત પોતાના વતન નજીકના સ્ટેશની ઉતરી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35HlmKd
ConversionConversion EmoticonEmoticon