આણંદ, તા.8 મે 2020, શુક્રવાર
આણંદ શહેરના એન્ટરપ્રાઈઝ સોસાયટી તેમજ હાડગુડ ગામમાંથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ એન્ટરપ્રાઈઝ સોસાયટી તથા આસપાસનો વિસ્તાર અને હાડગુડ ગ્રામ પંચાયત વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયા હતા. જો કે ત્યારબાદ આ બંને વિસ્તારોમાંથી એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતા આજે આ બંને વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જો કે આ વિસ્તારના રહીશોને લાપરવાહી ન દાખવી ફરજીયાત માસ્ક સાથે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી અગત્યના કામકાજ સિવાય ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરાયો છે.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૃપે વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આણંદ શહેરની એન્ટરપ્રાઈઝ સોસાયટી ખાતેથી એક કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ તંત્રએ એન્ટરપ્રાઈઝ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ જાહેર કર્યો હતો.
તેવી જ રીતે આણંદ પાસેના હાડગુડ ગામેથી પણ કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા તંત્રએ તકેદારીના ભાગરૃપે હાડગુડ ગ્રામ પંચાયત વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યો હતો.
જો કે છેલ્લા ૨૮ દિવસથી આ વિસ્તારમાં નવા કોઈ કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા નથી અને આ વિસ્તારમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સારવાર બાદ તેઓના કેસ નેગેટીવ આવ્યા છે. જેને લઈ આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કોવીડ-૧૯ના કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરાયેલ એન્ટરપ્રાઈઝ સોસાયટી તથા આસપાસનો વિસ્તાર અને હાડગુડ ગ્રામ પંચાયતના વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L8TNzU
ConversionConversion EmoticonEmoticon