નડિયાદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ


નડિયાદ,તા.14 મે 2020, ગુરુવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ ચાર કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.નડિયાદ ખોડિયાર નગરના કમલેશભાઇ સોલંકી,મંગલપાર્કના મયંકભાઇ ઠાકર,ઇશ્વરપાર્કના સેજલબેન ક્રિશ્વિયન,વાઘેશ્વરી મંદિર પાસેના જીગ્નેશભાઇ સરગરા આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.

નડિયાદ શહેરના ખોડિયાર નગરમાં રહેતા કમલેશભાઇ આર.સોલંકી, ઇશ્વરપાર્કના સેજલબેન ક્રિશ્વિયન, વાઘેશ્વરી મંદિર પાસે રહેતા જીગ્નેશભાઇ સરગરા ને ગત્ ૫ મે ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આથી તમામને સારવાર અર્થે નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા. આજે  કમલેશભાઇ,સેજલબેન, જીગ્નેશભાઇ અને મયંકભાઇ નો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા ઘરે પરત ફર્યા છે.આ ચારેય વ્યક્તિઓને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૩૪ પર પહોંચ્યો છે.તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T9qAt3
Previous
Next Post »