(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.04 મે 2020, સોમવાર
નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે. અયાન મુખર્જીના દિગ્દર્શનમાં આ ફિલ્મ લાંબા સમયથી બની રહી છે. રણબીર, આલિયા અને ડાયરેકટર અયાને પોતાની ફીમાં સ્વેચ્છાથી કાપ મુકવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું કામકાજ પણ અન્ય ફિલ્મોની માફક જ લોકડાઉનના કારણે અટકી પડયું છે. પરિણામે કરણ જોહરફિલ્મના બજેટ પર વધુ એક વખત વિચાર કરી રહ્યો છે. ડિઝની ઇન્ડિયા માટે બની રહેલી ધર્મા પ્રોડકશનની ફિલ્મનું બજેટ શૂટિંગ અટકી પડતા વધી રહ્યું છે. અયાન મુખર્જી સહિત રમબીર અન ેઆલિયા આ વાસ્તવિકતાથી વાકેફ હતા. તેથી તેમણે સ્વેચ્છાથી પોતાના મહેનતાણામાં કાપ મુકવાનો નિર્ણય લીધો છે.
જોકે ધર્મા પ્રોડકશન આ ફિલ્મ સફળ થશે તો કમાણીમાંથી થોડો હિસ્સો આપશે. જોકે કેટલો આપશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી સૂત્રોથી મળેલી જાણકારી મુજબ હજી ૪૦ થી પણ વધુ દિવસોનું શૂટિંગ બાકી છે.
આ ફિલ્મમાં વધુ પડતી વીએફએક્સઅને સ્પેશિયલ ઇફેક્ટ સમાવામાં આવી છે. જેનું કામ હજી બાકી છે.
મુંબઇની હાલની પરિસ્થિતિ જોતા શૂટિંગ જલદી શરૂ થાય તેવી કોઇ સંભાના દેખાતી નથી. કરણની આ ફિલ્મ પહેલાથી જ લંબાઇ રહી છે. આ ફિલ્મને ગયા વરસે જ રિલીજ કરવાની યોજના હતી, પરંતુ કામ પુરુ ન થવાથી તેને આ વરસની ૪ ડિસેમ્બરના રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હવે આ પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W3j44D
ConversionConversion EmoticonEmoticon