ન્યૂયોર્ક, 5 મે, 2020, સોમવાર
કોરોનાનું ઇન્ફેકશન વધી જાય અને ફેફસા કામ કરતા બંધ થઇ જાય ત્યારે કૃત્રિમ રીતે શ્વાસ આપવા માટે વેન્ટીલેટરનો ઉપયોગ થાય છે. વેન્ટીલેટર શરીરમાં ઓકસીજન લેવાની પ્રક્રિયાની અવેજીમાં કામ કરે છે. આથી દર્દીને ઇન્ફેકશન સામે લડવા માટે વધુ સમય મળે છે અને છેવટે સાજા થવાની તક પણ વધે છે. વેન્ટીલેટરની આ ઉપયોગિતાના કારણે આ મેડિકલ સાધનની માંગ દુનિયામાં ખૂબ વધી ગઇ છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અર્થ વ્યવસ્થા માટે યુધ્ધ જેવી સ્થિતિ ગણાવીને કાર ઉધોગને વેન્ટીલેટર બનાવવાનો આદેશ આપ્યો છે. ૧૯૫૦માં ડિફેન્સના ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપની જનરલ મોટર વેન્ટીલેટર અને સર્જીકલ માસ્ક બનાવી રહી છે. પીએસએ અને કારના ઉપકરણ સપ્લાય કરનારી કંપનીઓ વેન્ટીલેટરના ઉત્પાદન માટે ગુ્રપ પણ બનાવ્યું છે એટલું જ નહી ફેશનના કપડા તૈયાર કરતી કંપનીઓને માસ્ક તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તરી કેરોલિના અને મેસાચ્યૂસેટસમાં એક બ્રાન્ડેડ કંપનીને અઠવાડિયામાં દોઢ લાખ માસ્ક તૈયાર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. યૂરોપના ઇટલી દેશમાં વેન્ટીલેટર્સની સુવિધાના અભાવે અનેક લોકો મોતના મૂખમાં પહોંચી ગયા હતા. ફ્રાંસે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૦ હજાર વેન્ટીલેટર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આવી જ રીેતે જર્મનીની કાર કંપનીઓ પણ વેન્ટીલેટર તૈયાર કરી રહી હોવાનું જાણવા મળે છે. જો કે મેડિકલ સાધનો બનાવતી કંપનીઓ કાર કંપનીઓના આ ક્ષેત્રમાં અણધાર્યા પ્રવેશથી તેની ગુણવત્તા અંગે પણ ચિંતિત બની છે કારણ કે આ વેન્ટીલેટર પંપ અને એર કન્ડીશનર બનાવવા જેવું સરળ નથી. જોકે જે ઝડપે કોરોનાના દર્દીઓ વધતા જાય છે તે જોતા વેન્ટીલેટર જેવા મેડિકલ સાધનો અપૂરતા હોવાથી તેનું ઉત્પાદન વધારવું જરુરી બની ગયું છે.
કોરોના વાયરસની મહામારી દુનિયાના ખૂણે ખૂણે ફેલાઇ રહી છે ત્યારે જીવન અને મરણ વચ્ચે મહત્વનું ગણાતા વેન્ટીલેટરની માંગ વધી ગઇ છે. કોરોનાનું સંક્રમણ ધરાવતી દર પાંચમી વ્યકિતને આઇસીયુમાં દાખલ થવું પડે તેવા સંજોગોમાં વેન્ટીલેટર્સ પણ હોવા જરુરી છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટીનના જણાવ્યા મુજબ અમેરિકામાં કોરોના મહામારી દરમિયાન કમ સે કમ ૫ લાખ જેટલા વેન્ટીલેટર્સની જરુર પડવાની છે. હાલમાં પણ હોસ્પીટલના આઇસીયૂ વોર્ડમાં વેન્ટીલેટર્સની માંગ ખૂબજ વધી ગઇ છે.
૧.૨ કરોડ વસ્તી ધરાવતા દક્ષિણ સુડાન દેશ પાસે માત્ર ૪ વેન્ટીલેટર છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ ૪૧ આફ્રિકી દેશોમાં બે હજારથી ઓછા વેન્ટીલેટર છે. ઇન્ટરનેશનલ રેસ્કયૂ કમિટીની માહિતી મુજબ વિશ્વમાં દક્ષિણ સુડાનની ૧.૨ કરોડ વસ્તીમાં માત્ર ૪ વેન્ટીલેટર છે. દેશના ઇન્ટેસિવ કેર યૂનિટ એટલે કે આઇસીયુના માત્ર ૨૪ બેડ છે અને ૩૦ લાખ લોકો દીઠ એક વેન્ટીલેટર ભાગમાં આવે છે જે વિશ્વમાં સૌથી ઓછા વેન્ટીલેટર ધરાવતો દેશ છે. આવી જ અવદશા બૂર્કિના ફાસોની છે જયાં આખા દેશમાં માત્ર ૧૧ વેન્ટીલેટર છે. આવી જ રીતે દુનિયાનો સૌથી ગરીબ ગણાતા સિએરા લિઓન દેશ પાસે માત્ર ૧૩ વેન્ટીલેટર છે. કોઇ વિકસિત દેશના નાના ટાઉનની હોસ્પિટલમાં પણ આના કરતા વધારે વેન્ટીલેટર હોય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WxFfiF
ConversionConversion EmoticonEmoticon