ખેડા જિલ્લામાં ત્રીજા દિવસે પણ પરપ્રાંતિયોને ટ્રેન રવાના કરાઈ


નડિયાદ, તા.6 મે 2020, બુધવાર

ખેડા જિલ્લામાંથી સતત ત્રીજા દિવસે પરપ્રાંતિયોને માદરે વતન પહોંચાડતી સ્પેશ્યલ ટ્રેન રવાના થઇ છે. જિલ્લાના ખેડા તાલુકામાં રહેતા ૧૨૦૦થી વધુ ઉત્તરપ્રદેશના શ્રમિકો આ સ્પેશ્યલ ટ્રેનમાં ગોરખપુર જવા નિકળ્યા છે. સરકારી તંત્રએ આ માટે રજીસ્ટ્રેશનને આધારે નોંધાયેલા શ્રમિકોને ૪૦ એસ.ટી.બસો મારફતે મોડી સાંજે નડિયાદ રેલ્વે સ્ટેશને પહોંચાડયા છે. 

નડિયાદ રેલ્વે સ્ટેશનથી ઉત્તરપ્રદેશના શ્રમિકો માટેની સ્પેશ્યલ ટ્રેન સતત ત્રીજા દિવસે રવાના કરવામાં આવી છે. આ માટે આજે માત્રખેડા તાલુકામાં જ રહેતા ઉત્તરપ્રદેશના શ્રમિકોની પસંદગી કરવામાં આવી છે. ટ્રેનના ૨૨ ડબ્બાઓમાં ૧૨૦૦થી વધુ શ્રમિકોને બેસાડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ આ માટે ખેડા તાલુકામાં જ જુદી જુદી ૪૦ એસ.ટી.બસોમાં આ શ્રમિકોને નડિયાદ રેલ્વે સ્ટેશને આણ્યા છે અને ટ્રેનના દરેક ડબ્બામાં સરેરાશ ૫૦ મુસાફરોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બેસાડયા છે. દરેક શ્રમિકને જિલ્લા વહીવટી તંત્ર તરફથી નાસ્તાના પેકેટ અને પાણીના બોટલ આપવામાં આવ્યા છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yCmJNQ
Previous
Next Post »