નડિયાદ, તા.4 મે 2020, સોમવાર
રાજય સરકારે નોન એફએસ એપીએલ-૧ કાર્ડઘારકોને રાશન આપવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં કરી હતી.જે અંતર્ગત ખેડા જિલ્લાના પાંચ લાખથી વધુ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન આપવામાં આવશે.
ખેડા જિલ્લામાં આશરે ૧,૨૮,૬૯૯ રેશન કાર્ડ ધારકો છે.જેમાં લાભાર્થીઓની સંખ્યા આશરે ૫, ૮૦, ૦૦૦ છે. એપીએલ-૧ કાર્ડ ઘારકોને રાશનનો જથ્થો આગામી તા.૭ થી ૧૨ મે સુધી આપવામાં આવશે.આ માટે વહીવટીતંત્ર દ્વારા અનોખી પ્રક્રિયા હાથ ધરી છે.
રાજય સરકાર દ્વારા નોન.એફ.એસ.એસ.એ એ.પી.એલ-૧ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.જેથી આ કાર્ડઘારકોને સરળતાથી અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે રેશનકાર્ડ ઘારકોના છેલ્લા નંબરના ડીઝીટ મૂજબની વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સક્ષમ લોકોએ આ લાભ છોડી દેવાની અપીલ જિલ્લા પૂરવઠા અધિકારીએ અપીલ કરી છે.દુકાનદારોને સેનેટાઇઝર,હાથ ધોવાના સાબુ,ગ્લોવઝ વિતરણ કરવામાં આવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.આ ઉપરાંત માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.અને સોશિયલ ડિસ્ન્સીંગનુ પાલન કરવા અનુરોધ કર્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ftZWEO
ConversionConversion EmoticonEmoticon