નડિયાદ, તા.22 મે 2020, શુક્રવાર
ખેડા જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આજે સવારે ખેડા શહેરમાં એક, ખેડા તાલુકાના સારસામાં એક અને વસો તાલુકામાં એક એમ મળી કુલ ત્રણ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે જિલ્લામાં કોરોના દર્દીનો આંકડો ૫૭ પર પહોંચ્યો છે.
ખેડા શહેરના લાલ દરવાજા પાસે આવેલ કાછીયા શેરીના માતરીયા ફળીયામાં રહેતા મુકેશભાઇ કેશવભાઇ કાછીયા ઉં.૫૪ આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે.ગત્ તા.૨૧-૫-૨૦ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં તેમને શારીરિક તકલીફ થવાથી રીક્ષામાં બેસાડી ખેડા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાં તે શંકાસ્પદ જણાતા વધુ સારવાર માટે નડિયાદ શહેરમાં આવેલ એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો.જે આજ રોજ સવારે પોઝીટીવ જાહેર થયો છે.આથી મૂકેશભાઇના રહેણાંક વિસ્તારમાં સેનેટાઇઝ કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.પરંતુ પાણી અને દવા છંટકાવની યાંત્રિક ખામીના કારણે યોગ્ય સેનેટાઇઝ થઇ શકયુ ન હોવાની સુત્રો પાસેથી માહિતી મળી હતી.ઉપરાંત આરોગ્ય ટીમના બ્લોક હેલ્થ ઓફીસર ડૉ.રાહુલભાઇ પટેલ દ્વારા મૂકેશભાઇના પરિવારના સભ્યોન્ીં થર્મલ ટેસ્ટ કરાયો હતો.અને ૨ સભ્યોને સરકારી ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે.ખેડા તાલુકાના સારસા ગામમાં રહેતા જૂગાભાઇ ગાંડાભાઇ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જૂગાભાઇ સારસા નજીકમાં આવેલ એક કંપનીમાં કામ કરે છે.વળી તેઓ ઉત્તરપ્રદેશના સિકંદરાબાદ ગયા હતા.આ બાદ લોકડાઉન જાહેર થતા તેઓ ત્યા ફસાઇ ગયા હતા.પરંતુ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી તેઓ તા.૧૫-૫-૨૦ ના રોજ પરત પોતાના ગામ આવ્યા હતા. આથી તેઓને હોમક્વારન્ટાઇન કરવામાં આવ્યા હતા.ગત્ તા.૨૧ ના રોજ તેમને તાવ આવતા તેઓ વાસણા મારગિયા હેલ્થ સેન્ટરમાં દવા લેવા માટે ગયા હતા.જ્યાંથી પી.એચ.સીના ડૉકટરની ગાડીમાં બેસાડી ખેડા લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બાદ તેઓ સ્વસ્થ લાગતા તેમને પરત ઘરે મોકલવામાં આવ્યા હતા.પરંતુ આજરોજ જૂગાભાઇનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જૂગાભાઇના પત્ની-દિકરી અને દિકરાને સરકારી કવારન્ટાઇનમાં મોકલી આપવામાં આવ્યા છે.આ ઉપરાંત જૂગાભાઇની સાસરી લાલી ગામે થાય છે. ત્યાંના ં ૪ વ્યક્તિઓને હોમકવારન્ટાઇન કરવામાં આવ્યા છે. નડિયાદ તાલુકાના વસો ગામના રશ્મિકાબેન વાસુદેવભાઇ રાવલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.રશ્મિકાબેન રાવલ મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે.તા.૨૧ મેના રોજ મહેમદાવાદ ખાતે તેમનો કોરોના રીપોર્ટ લેવામાં આવ્યો હતો.જે આજે પોઝીટીવ આવ્યો છે.રસમિકાબેનના પરિવારમાં કુલ-૮ સભ્યો છે.અને તેમની આરોગ્ય ચકાસણી હાથ ધરી હોમક્વારન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bZuNWG
ConversionConversion EmoticonEmoticon