કરણ જોહરની દોસ્તાના 2 નું શૂટિંગ લંડનમાં થવાનું હતું તે કોરોનાના પ્રકોપને કારણે રદ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 18 મે 2020, સોમવાર

તરુણ મનસુખાનીના દિગ્દર્શનમાં બનેલી સમલૈંગિ સંબંધો પર આધારિત ફિલ્મ દોસ્તાનામાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું. કરણ જોહરે ગયા વરસે દોસ્તાના ૨ની ઘોષણા કરી હતી. જેનું દિગ્દર્શન કોલિન ડિસોઝા નું છે.આ ફિલ્માં કાર્તિક આર્યન એ જાહ્નવી કપૂર તેમજ લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. 

આ ફિલ્મનું અડધું શૂટિંગ લગભગ થઇ ગયું છે. હવે પછીનું શૂટિંગ લંડનમાં કરવાની યોજના હતી, પરંતુ કોરોનાને કારણે રદ કરવામાં આવ્યું છે. હવે લંડનમાં શૂટિંગ કરવામાં આવશે જ નહીં તેથી ફિલ્મની વાર્તામાં થોડો ફેરફાર કરવામાં આવશે.જોકે હવે પછીના શૂટિંગ લોકોશનની જાણ કરવામાં આવી નથી. પરંતુ ભારતમાં જ કરવામાં આવે એવી અટકળો થઇ રહી છે. 

એક ટ્રેડ સૂત્રે જણાવ્યું હતું કે, લંડન બોલીવૂડ ફિલ્મ નિર્માતાઓનું મનગમતું લોકોશન છે. ત્યાંની સરકાર શૂટિંગ માટે દરેક પ્રકારની સુવિધાઓ સરળતાથી પુરી પાડે છે. ૨૦૨૦ પહેલા લંડનમાં બોલીવૂડની પાંચ ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. કોરોના સંકટ  દરમિયાન લંડન સોથી વધુ સંક્રનિત શહેર બન્યું છે. તેથી થોડો સમય ત્યાં શૂટિંગ કરવાનું જોખમ લેવું પરવડે તેમ નથી. 

આ પહેલા પણ દોસ્તાના ટુના શૂટિંદ શેડયુલમાં મુશ્કેલી આવી હતી. દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે શૂટિંગ રોકવામાં આવ્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36dwn5S
Previous
Next Post »