ખેડા જિલ્લાના 2 કોરોના દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ


નડિયાદ, તા.18 મે 2020, સોમવાર

ખેડા જિલ્લાના વધુ બે કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ખેડા તાલુકાના રઢુના યજ્ઞોશભાઇ અને રસિકપુરા ગામના હિંમતભાઇ આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે. બંને દર્દીઓને તેમના ગ્રામજનોએ કંકુ તિલક કરી હારતોરા કરી આવકાર આપ્યો હતો.

ખેડા તાલુકાના રઢુ ગામના સુથાર ફળિયામાં રહેતા યજ્ઞોશભાઇ કા.પટેલ અને ખેડાના રસિકપુરામાં રહેતા હિંમતભાઇ પરમાર નો ગતા તા.૯ મેના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આજે   દસ દિવસ બાદ યજ્ઞોશભાઇ અને હિંમતભાઇનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બંને વ્યક્તિઓ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલ કેડિલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકીર કરતા હતા.જ્યાંથી સંક્રમિત થવાને કારણે બંને કોરોનાગ્રસ્ત થયા હતા.

આજે આ બંને વ્યક્તિઓને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૫૦ પર પહોંચ્યો છે.

 તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZgFIJ1
Previous
Next Post »