નડિયાદ, તા.19 મે 2020, મંગળવાર
ખેડા જિલ્લામાં અન્ય રાજયમાંથી આવતા અને અન્ય જિલ્લામાંથી આવતા પ્રવાસીઓએ પ્રવર્તમાન સુચના અનુસાર-૧૪ દિવસ માટે હોમ ક્વારન્ટાઇન રહેવાનુ હોય છે.
હોમક્વારન્ટાઇન ભંગ થાય તો કોરોના સંક્રમણની શકયતાઓ વધી જતી હોઇ તેઓ પ્રવાસી દ્વારા કોરેન્ટાઇનનો ચૂસ્તપણે અમલ કરવામાં આવે તે અત્યંત જરૃરી છે.જેથી નડિયાદ નગરપાલિકા વિસ્તારના ૧૩ વોર્ડ માટે ૨૬ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. પ્રવાસીઓ દ્વારા કોરેન્ટાઇનનો ચૂસ્તપણે અમલ કરવામાં આવેે તેની તકેદારી રાખવા આ ટીમની રચના કરવામાં આવી છે.સુપર વિઝન કર્મચારી કે અધિકારીએ કર્મચારીઓએ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રવાસીની વિગતો કલેક્ટર કચેરીના વોર રૃમમાંથી દરરોજ મેળવી લેવાની રહેશે. આ વિગતોમાંથી ટીમના કર્મચારીઓએ પોતાને સોંપાયેલ વોર્ડ વિસ્તારના પ્રવાસીની વિગત લઇ આ પ્રવાસીઓ કોરન્ટાઇનનો ચુસ્તપણે અમલ કરે છે કે નહીં તે બાબતની સ્થળ તપાસ કરી ખાતરી કરવાની રહેશે. અને આનો લેખિત અહેવાલ દરરોજ સુપરવિઝન કર્મચારી કે અધિકારીને આપવાનો રહેશે. કર્મચારીઓએ ક્વોરોન્ટાઇન સ્થળની મુલાકાત વખતે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવું ફરજ્યિાત રહેશે. મુલાકાત સમયે પ્રવાસીનું નામ, ક્યાંથી આવ્યાની સંપૂર્ણ નામ-સરનામા,મોબાઇલ નંબર સાથેની માહિતી નોંધવાની રહેશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LFrB7W
ConversionConversion EmoticonEmoticon