આણંદ, તા.8 મે 2020, શુક્રવાર
આણંદ રેલ્વે સ્ટેશનથી આજ રોજ આણંદ જિલ્લામાંથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ જતાં આશરે ૧૨૦૦ પરપ્રાંતી શ્રમિકો માટે પૂર્વમંત્રી રોહિત પટેલ અને તનુજ પટેલ રૃટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો/ મુસાફરોને જમવા માટેના ફૂડ પેકેટ્સ તથા પીવાના પાણીની બોટલોનું આણંદ રેલ્વે સ્ટેશન ઉપર વિતરણ કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર પી. સી. ઠાકોર સાથે સંકલન સાધી આ અગાઉ પણ પૂર્વ મંત્રી રોહિત પટેલ દ્વારા તા. ૫-૫-૨૦૨૦ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશ તથા તા. ૬-૫-૨૦૨૦ના રોજ બિહારના મુઝફ્ફરપુર ગયેલી બંને ટ્રેોનમાં આશરે ૨૪૦૦ શ્રમિકો/ મુસાફરોને ફૂડ પેકેટ તથા પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે આ પ્રસંગે પૂર્વમંત્રી પ્રાંત અધિકારી જે. સી. દલાલ, મનીષાબેન બ્રહ્મભટ્ટ, ડી. આર. પટેલ શહેર મામલતદાર કેતનભાઈ રાઠોડ, આણંદ ગ્રામ્ય મામલતદાર આર. બી. પરમાર, રેલ્વે તથા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SOV1Ex
ConversionConversion EmoticonEmoticon