ખેડા જિલ્લામાં 1 જ દિવસમાં કોરોનાના 5 કેસ


નડિયાદ, તા.16 મે 2020, શનિવાર

ખેડા જિલ્લામાં આજે એક જ  દિવસમાં પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થયા છે. જેમાં નડિયાદ તાલુકામાં ત્રણ અને ખેડા તાલુકામાં બે કેસ નોંધાયા છે. નડિયાદ નજીકના કણજરી ગામે પિતાથી સંક્રમિત થયેલા લઘુમતિ સમાજના એક જ પરિવારના ત્રણ નાના બાળકોે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે ખેડા તાલુકાના રઢુ ગામમાંથી વધુ એકવાર ધોળકાની કેડિલા ફાર્માસ્યુટીકલમાંથી સંક્રમિત થયેલા કોરોના દર્દીના માતા-પિતા પોઝીટીવ જાહેર થયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૪ ૨ પર પહોંચ્યો છે.

નડિયાદ તાલુકાના કણજરી ગામની મદની પાર્ક સોસાયટીમાં રહેતા સાજીદભાઇ અબ્દુલભાઇ વ્હોરા ગત્ ૧૩મીમેના રોજ  કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. તેઓ પોતાના ગામના કોરોના પોઝીટીવ મ્યુનિસિપલ કાઉન્સીલર ઇલિયાસભાઇ સાથે કીટ વિતરણ જેવી જાહેર સેવાની કામગીરી કરતા હતા. આથી તેમનો કોરોના રીપોર્ટ કરતા પોઝીટીવ જાહેર થયા હતા. ત્યારબાદ તેમના પરિવારના સૌ કોઇને કોરન્ટાઇલ કરીને મેડિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં આજે બપોરે તેમની બે દિકરીઓ અને એક દિકરાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાં સાજીદભાઇ વ્હોરાની દિકરીઓ હુમેરા એસ.વ્હોરા ઉં.૧૪ અને માહીરાબેન એસ,વ્હોરા,ઉં.૬ વર્ષ ૬ મહિના તથા દિકરો મહંમદમાહી એસ.વ્હોરા,ઉં. ૧૦ વર્ષ નો રીપોર્ટ આજે પોઝીટીવ જાહેર થયો છે. ખેડા તાલુકાના રઢુ ગામે રહેતા ૩૮ વર્ષીય  રીપલ સુરેશભાઇ કા.પટેલનો ગત્ ૧૫મીએ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી તેમના પરિવારના સભ્યોને નડિયાદ સરકારી કોરન્ટાઇલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની મેડિકલ તપાસ હાથ ધરતા રીપલભાઇના માતા પિતા જ્યોત્સનાબેન કા.પટેલ-ઉં.૬૦ અને સુરેશભાઇ કા.પટેલ-ઉં.૬૫નો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ જાહેર થયો છે. તેઓ બંનેને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે. 

ઝારખંડના ધનબાદથી 23 જેટલા તબલિગી કણજરીમાં આવ્યા હતા

નડિયાદ નજીકના કણજરી ગામેથી આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ જાહેર થતા એક જ ગામમાંથી કુલ પાંચ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. આ પાંચેય લઘુમતિ સમાજમાંથી આવે છે અને પાંચમાંથી ચાર એક જ પરિવારના છે. જ્યારે અન્ય એક મ્યુનિસિપલ કાઉન્સીલર છે. લોકડાઉનના સમય દરમ્યાન કણજરીમાં ઝારખંડના ધનબાદથી ૨૩ જેટલા તબલીગી જમાતીઓ આવ્યા હતા. અને તેમના સંપર્કમાં આવ્યા બાદ જ કણજરીમાં એક પછી એક કોરોના દર્દીઓ જાહેર થતા ગયા છે. જે અંગે સ્થાનિકોમાં રોષપૂર્વકની ચર્ચાઓ ચાલી રહી છે.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z4OMAy
Previous
Next Post »