નડિયાદ, તા.18 મે 2020, સોમવાર
ખેડા જિલ્લામાં આજે ચોથા દિવસે પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધારો અવિરત્ રહ્યો છે. આજે ખેડા તાલુકામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાતા પોઝીટીવ દર્દીઓનો આંકડો ૫૦ પર પહોંચ્યો છે.આજે સવારે ખેડા શહેરના લાલદરવાજા પાસે રહેતી એક મહિલાનો કોરોના પોઝીટીવ કેસ આવતા સમગ્ર વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યો છે.
ખેડા શહેરના લાલદરવાજા પાસે રહેતા મંજૂલાબેન કા.પટેલનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.મંજૂલાબેનને બી.પી અને શ્વાસની તકલીફ હતી.જેથી વર્તમાન કોરોના મહામારીના કારણે સ્થાનિક કોઇ ડૉકટરને બતાવ્યા વિના સીધા નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ગત્ તા.૧૭ મી મે ના રોજ મંજૂલાબેનના એકસરે પાડયા હતા તથા અન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં તેમને કોરોના અને ન્યુમોનીયા હોવાનુ બહાર આવ્યુ હતુ.આથી આજે મંજૂલાબેનને નડિયાદ શહેરની કોવિડ-૧૯ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરી સારવાર હાથ ધરાઇ છે. વળી મંજૂલાબેનના પરિવારના પતિ અને દિકરાને સરકારી ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે.જ્યા તેઓના આરોગ્ય તપાસણી અને કોરોના ટેસ્ટની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ઉપરાંત આજે તેમના નજીકના સંબંધી કાંતિભાઇ પૂંજાભાઇ કા.પટેલ,ઉં.૭૦ને આરોગ્ય ખાતા દ્વારા કોરન્ટાઇન કરી નડિયાદના મરીડા ભાગોળ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઉભા કરાયેલા સરકારી કોરન્ટાઇનમાં લઇ જવામાં આવ્યા છે.
ખેડા શહેરના લાલદરવાજા કાછીયા શેરી વિસ્તારમાં ફરી વખત કોરોના પોઝીટીવ દર્દી જાહેર થતા સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ વિસ્તાના મુખ્ય રસ્તો અને વડવાળી શેરીને કોરન્ટાઇન કરી સીલ કરી દેવામાં આવી છે. અગાઉ આ જ ગામનો ધોળકાની કેડિલા કંપનીમાં નોકરી કરતા યુવાનને તેની કંપનીના અન્ય યુવાનોના સંક્રમણથી કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો.પરંતુ આજે બીજો કેસ ગામની ગૃહિણીનો જ આવતા તંત્ર દ્વારા આ વિસ્તારમાં આંતરિક અવર જવર કરતા લોકો પર ખાસ નિયંત્રણ માટે શેરીમાં સી.સી.ટી.વી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.
આ જ વિસ્તારના મનસ્વીનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ
નડિયાદ, તા.18 મે 2020, સોમવાર
ખેડા શહેરના લાલ દરવાજા પાસે આવેલ કાછીયા શેરીમાં રહેતા મનસ્વી કા.પટેલનો ગત્ ૮મી મેના રોજ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમને ગઇકાલે રીપોર્ટ નેગેટીવ આવતા પોતાના ઘરે પરત ફર્યા હતા. પરંતુ આજે ફરીથી આ જ વિસ્તારની મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ફરીથી આ વિસ્તાર ચુસ્ત કોરન્ટાઇન કરવામાં આવ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cHAWIc
ConversionConversion EmoticonEmoticon