બજેટમાં GST કાયદામાં અન્ય સૂચિત ફેરફારો


ST કાયદા હેઠળ ફેરફાર ઘણા બધા થઈ રહ્યાં છે. સરકાર દ્વારા મુશ્કેલીઓ દૂર કરવામાં આવતા પગલા ભરવામાં આવે તેનાથી ઉત્તમ બીજું તો શું હોય. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના વાર્ષિક પત્રક તથા ઓડિટ રિકન્સીલીયેશનના નમૂના બાબતે ચોક્કસપણે સુધારા જરૂરી છે અને કોઈ ઉણપ રહી જતા વાસ્તવીકતાના આધારે નિવેડો લાવવાનો થાય. અગાઉના લેખમાં બજેટમાં સૂચવેલ સુધારા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બીજા અન્ય સુધારાઓની માહિતી આજના લેખમાં આપવામાં આવી છે. ખાસ નોંધવું કે જે તારીખથી સરકાર નોટીફીકેશન જાહેર કરે તે પ્રમાણે આ સુધારા અમલમાં આવશે. આજરોજ આ બધા સૂચિત સુધારાઓ છે.

કલમ-૧૦

GST કાયદાની કલમ ૧૦માં કોમ્પોઝીશન લેવી બાબતે જોગવાઈ કરી છે. તેમાં કલમ ૧૦(૨)ની પેટા કલમ (બી), (સી), (ડી)માં સર્વિસીસ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. કલમ ૧૦ માં અગાઉ જોગવાઈ પ્રમાણે સેવાના સપ્યાલ બાબતે કોમ્પોઝીશનો વિકલ્પમાં જઈ શકાય તેવી જોગવાઈ ન હતી. તદ્ઉપરાંત કોઈ વ્યક્તિ માલનો સપ્લાય કરતો હોય જે માટે કોમ્પોઝીશન સ્કિમનો વિકલ્પ લીધો તેવી વ્યક્તિ સેવાનો સપ્લાય કરી શકતા ન હતા. આ સુધારાથી કલમ ૧૦ હેઠળ જોગવાઈ, અવકાશમાંથી માફી સેવાનો સપ્લાય, આંતરરાજ્ય સેવાનો સપ્લાય અથવા ઈ કોમર્સ ઓપરેટર દ્વારા કરવામાં આવતો એટલે પૂરો પાડવામાં આવતો બાહ્ય સપ્લાયમાં સંકળાયેલ વ્યક્તિ કોમ્પોઝીશનનો વિકલ્પ પસંદ નહીં કરી શકે.

કલમ-૨૯

જીએસટી કાયદા હેઠળ સ્વૈચ્છિક નોંધણી નંબર લેવાની જોગવાઈ છે. જે હેઠળ કોઈ વ્યક્તિનો બાહ્ય સપ્લાયની રકમ થ્રેસોલ્ડ મર્યાદા વટાવી જતી ના હોય તો પણ જીએસટી નંબર લઈ વેરાકીય જવાબદારી અદા કરી શકે છે. આ નંબર રદ કરાવવો હોય તે માટે ક્ષેત્રફળના અધિકારીને સ્વમેળે પાસે તેની સત્તા હતી નહીં. કલમ ૨૯માં ફેરફારથી પ્રોપર ઓફીસર પાસે કલમ ૨૫(૩), હેઠળ સ્વમેળે પ્રાપ્ત કરેલ નોંધણીનો દાખલો સ્વમેળે રદ કરવાની અથવા તો સપ્લાયર દ્વારા અરજી કરેલ હોય તેવા કિસ્સામાં રદ કરવાની સત્તા આપી.

કલમ ૩૦

કલમ ૩૦ હેઠળ રદ કરેલ નોંધાયેલ નંબરને ફરી શરૂ કરવા માટેની સત્તા આપેલી છે. જીએસટી પોર્ટલમાં પરાક્રમને લીધે સપ્લાયર રીવોકેશન માટેની અરજી કરી શકતા ન હતા અને ત્રીસ દિવસ મુદત પૂર્ણ થયા બાદ અધિકારીને આ અરજી સ્વીકારવાની કોઈ સત્તા હતી નહિ. કલમ ૩૦માં સુધારા બાદ નોંધણી રદ કરતા આદેશ બજ્યા તારીખથી ત્રીસ દિવસમાં રીવોકેશનની અરજી કરવાનું ચૂકી જવામાં આવ્યું હોય તો એડીશનલ કમિશનર અથવા સંયુક્ત કમિશ્નર વધુ ત્રીસ દિવસ માટે લંબાવી શકે. વધુમાં, આ સમય કમિશ્નરશ્રી બીજા ત્રીસ દિવસ લંબાવી શકે.

પરિશિષ્ટ ||

પરિશિષ્ટ || માં પૂર્વલક્ષી સુધારો કર્યો છે જેમાં ધંધાકીય એસેટના ટ્રાન્સફર બાબતે જે જોગવાઈ કરી હતી તેમાંથી (બિન અવેજ) શબ્દ કાઢી નાંખવામાં આવ્યો છે.

કલમ ૫૧

જીએસટી કાયદા હેઠળ TDS કપાતની જોગવાઈ કરવામાં આવી છે. ઘણી વખત જે વ્યક્તિનો TDS કાપ્યો હોય તે વ્યક્તિ જીએસટી પોર્ટલ ઉપર આ વ્યવહાર માટે સ્વીકૃતિનો વિકલ્પ મોડો પસંદ કરે છે. જેથી ટીડીએસ સર્ટિફિકેટ બનવામાં વિલંબ થતો હતો જેના માટે પાંચ હજાર રૂપિયા સુધીનો મહત્તમ દંડ હતો. બજેટમાં સુધારો લાવવાથી રદબાતલ કરવામાં આવી છે.

યુનિયન ટેરીટરી

દાદરા નગર હવેલી અને દમણ અને દીવ વચ્ચે થતા વ્યવહાર ઇન્ટ્રા સ્ટેટ ગણાશે. અને લદાખને યુનિયન ટેરીટરીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

જીએસટીના દરમાં ફેરફાર

ફીશ મીલ ઉપર તા. ૧-૭-૨૦૧૭ થી ૩૦-૯-૨૦૧૯ દરમિયાન વેરા મુક્તિ ગણાશે. અને આનો લાભ લેવા માટે સપ્લાયર દ્વારા ઉઘરાવેલ વેરાનો કોઈ રીફંડ પ્રાપ્ત કરેલ હોવું ના જોઈએ.

ટેરીફ હેડીંગ નં. ૮૪૮૩ હેઠળ પડતા પુલી, વીલ અને અન્ય પાર્ટસ તથા હેડીંગ નં. ૮૪૩૨, ૮૪૩૩ તથા ૮૪૩૬માં સમાવેશ ખેતીની મશીનરીના પાર્ટસ ઉપર તા. ૧-૭-૨૦૧૭ થી ૩૧-૧૨-૨૦૧૮ સુધીના વ્યવહાર માટે ૬ ટકા લેખે વેરો લગાવવાનું સૂચવાયું છે. આ ઓછા દરનો ફાયદો લેવાથી આ ચીજો ઉપર આનાથી વધુ વેરો ઉઘરાવવામાં આવશે તો તે વધુ ઉઘરાવેલ વેરાનું રીફંડ મળશે નહિ.

કોમ્પનશેન્શન સેસનું રીફંડ

તમાકુ તથા અન્ય તમાકુના ઉત્પાદિત વિકલ્પોની વણવપરાયેલ કોમ્પનશેન્શન સેસની વેરાશાખનું રિફંડ ન આપવાનું ૩૦-૯-૨૦૧૯ના રોજ બહાર પડેલ જાહેરનામું તા. ૧-૭-૧૭થી જ અમલમાં આવશે તેવું સૂચવવામાં આવેલ છે.

કલમ ૧૧૯

કલમ ૧૧૯માં જમ્મુ અને કાશ્મીર માટે પંચની રચના બાબતે અલગ જોગવાઈ હતી. જે રદ કરીને અન્ય રાજ્ય જેવી જ જોગવાઈ જમ્મુ અને કાશ્મીરમાં પણ લાગુ પડશે તેવું સૂચવવામાં આવેલ છે.

બજેટમાં સૂચવેલ ફેરફારોના જાહેરનામાં આવે ત્યારથી અમલમાં ગણાય. અને સીજીએસટી એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૮માં સૂચવેલ કલમ ૫૦નો સુધારો તાબડતોબ અમલમાં લાવવાની જરૂર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32HZvRm
Previous
Next Post »