મુંબઈ,તા.06 માર્ચ 2020, શુક્રવાર
કરિના કપૂર આજની સૌથી સેલેબેલ સ્ટાર છે એની ના નહીં, પણ છેલ્લા કેટલાય સમયથી તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું જ વલણ અપનાવ્યું હતું અને ભલે ગમે તે કારણ હોય, પણ એક કારણ કરિનાએ પોતે કબૂલ્યું છે કે મને આ વર્ચ્યુલ વર્લ્ડ ભયાવહ લાગે છે...' શા માટે એ તો ખબર નથી, પણ એટલું સાચું છે કે આજથી આ અભિનેત્રીએ હિંમતભરે સોશિયલ મીડિયા પર ઝુકાવવાનો નિર્ણય લઈ લીધો છે અને આજથી તેણે તેનું એકાઉન્ટ ઈર્ન્સગ્રામ પર ખોલ્યું છે, બેશક, આ વાત તેના ફેન્સ અને ચાહકોને ખૂબ ગમશે કેમકે હવે તેઓ તેમની અભિનેત્રી સાથે ખુલ્લેઆમ, હૃદય ખોલીને વાત કરી શકશે. કરિના કપૂર શા માટે તેના હૃદયમાં આ ફેરફાર લાવી? તમને આશ્ચર્ય નથી થતું? 'હું વિશ્વાસપૂર્વક માનું છું કે નિરાશાવાદી નહીં થવાનું.'- આ જવાબ છે, કરિના કપૂરનો 'ઈન્સ્ટાગ્રામનું વિશ્વ મને ભયાવહ લાગતું હતું કેમ કે હું મારા ફોટો અથવા તો મારા જીવનની જે કંઈ વિગતો જાહેર કરું તેને 'લાઈક' કરવામાં આવે એવી આદત ધરાવતી કે એડિક્ટ નથી. પણ હવે હું સમયની સાથે ચાલવું જોઈએ એવું મને લાગ્યું છે.'
કરિના કપૂરે જે અંગત એકાઉન્ટ ખોલ્યું એ હતું @kareenakapoorkhan. આ તેનું એકાઉન્ટ અગાઉ તેના મેનેજર હેન્ડ કરતા હતા અને તેમાં તેના ૭૨ હજાર ફોલોઅર હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TMjSsi
ConversionConversion EmoticonEmoticon