
નડિયાદ, તા.13 માર્ચ 2020, શુક્રવાર
નડિયાદ સેશન્સ કોર્ટે દોઢ વર્ષ અગાઉ નડિયાદમાં એક મહિલા પાસેથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરી ઇજા પહોચાડનાર આરોપીને સાત વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦ દંડ ફટકાર્યો છે.
ગત્ તા.૬-૧૦-૨૦૧૮ ના રોજ નડિયાદના નાનાકુંભનાથ રોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં રહેતા હેમાલીબેન ભીંડે તથા દિવ્યાબેન નડિયાદ શહેરની એકસીસ બેંકના લોકરમાંથી આશરે સાડા ચૌદ તોલા કિ.રૂા.૩,૯૦,૦૦૦ ના સોનાના દાગીના લઇને એક્ટિવાની ડેકીમાં મૂકી ઘરે આવતા હતા.તેમને પોતાના ઘર આગળ એક્ટિવા પાર્ક કરી ડેકીમાં મૂકેલ ઘરેણા અને પર્શ કાઢવા જતા હતા.
તે સમયે પ્રસાદ વેકવ્ટેસલૂ પોલીસીટ્ટી રહે.મૂળ ટીપ્પા ભોગલ મંડલ તાકાવલી જી. નેલ્લુર (આંધપ્રદેશ)હાલ રહે,જગાજી નગર સોસાયટી આજોડ,વડોદરા તથા નાસતા ફરતા આરોપીએ ભેગા મળી લૂંટ કરી હતી. જેમાં બંને આરોપીઓ મોટર સાયકલ પર આવી પાછળ બેઠેલ આરોપીએ સોનાના દાગીના ભરેલ પર્સ ઝૂંટવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.આ સમયે હેમાલીબેને સામનો કરતા તેમને ધક્કો માર્યો હતો. આથી હેમાલીબેન જમીન પર પડયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આજ રોજ આ કેસનડિયાદ સેશન્સ કોર્ટેમાં ચાલી જતા મૌખિક તથા દસ્તાવેજી પૂરાવાઓ ને આધારે કોર્ટે પ્રસાદ વેકવ્ટેસલૂ પોલીસીટ્ટી તકસીરવાન ઠેરવ્યો હતો.અને ઇ.પી.કો કલમ ૩૯૨ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૨,૦૦૦ દંડ,દંડ ની રકમ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા,ઇ.પી.કો ક.૩૯૭ ના ગુનામાં ૭ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૩,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો છે. જ્યારે બીજો આરોપી હજુ પણ ફરાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wRh5GH
ConversionConversion EmoticonEmoticon