
હોળી એકબીજા પર રંગ છાંટીને આનંદ મેળવવાનો તહેવાર છે. રંગોની વિવિધતાએ માણસ જીવન પર ઊંડી અસર કરી છે. ઘણા લોકોને ઘણા રંગ પ્રિય હોય છે. મોટા ભાગની સંસ્કૃતિઓમાં રંગોને વિશેષ મહત્વ અપાયું છે. આપણે ત્યાં લાલ રંગ શુભ ગણાય છે. કેટલાક રંગોનો ખાસ પ્રકારે ઉપયોગ વિશ્વભરમાં એક જ રીતે થાય છે. રંગો સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પણ જાણવા જેવી છે.
લાલ રંગ વિશ્વનો સૌથી લોકપ્રિય છે. ૭૭ ટકા દેશોના રાષ્ટ્રધ્વજમાં લાલ રંગ જોવા મળે છે. એશિયાના દેશોમાં લાલને શુકનિયાળ અને શુભ રંગ માનવામાં આવે છે. લાલ રંગ ભયસૂચક નિશાની તરીકે વિશ્વભરમાં વપરાય છે.
પીળો રંગ તેજસ્વી છે તે આશાવાદ અને જ્ઞાાનોદયનું પ્રતીક છે. જાપાનમાં પીળો રંગ બહાદૂરીની નિશાની છે. મેકિસકોમાં પીળો રંગ અશુભ ગણાય છે તો રશિયામાં પાગલખાનાને યલો હાઉસ કહે છે.
ભૂરો રંગ વિશ્વાસ અને સત્તાનો સૂચક છે. આકાશી ભૂરો વિશાળતા અને નમ્રતા દર્શાવે છે. લોકપ્રિય પોષાક જીન્સ વિશ્વભરમાં ભૂરા રંગના હોય છે. પ્રાચીન ગ્રીસ અને કોરિયામાં ભૂરો રંગ અશુભ ગણાય છે.
લીલો રંગ હરિયાળીનું પ્રતીક છે. વિશ્વભરમાં ટ્રાફિક લાઈટમાં સલામતીના સૂચન માટે લીલો રંગ વપરાય છે.
કેસરી રંગ હિંમત અને શૌર્યનું પ્રતીક છે. દુકાનોમાં ગ્રાહકોને આકર્ષવાના બોર્ડ જાહેરાતો વગેરેમાં કેસરી રંગ વધુ વપરાય છે. હોળીનો પરંપરાગત કેસૂડાનો રંગ પણ કેસરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38rgRmJ
ConversionConversion EmoticonEmoticon