
પૃથ્વી પર અનાદિકાળથી રંગબેરંગી વનસ્પતિ, પતંગિયા અને પશુપક્ષીઓ જોવા મળે છે. મનુષ્ય આ બધા રંગોને જોઈ શક્તો હતો અને આનંદ પણ માણતો હતો. પરંતુ રંગ શું છે અને તે ક્યાંથી આવે છે. તેનું તેને જ્ઞાાન નહોતું. રંગ વિશેની પ્રથમ માહિતી ભારતના વૈદિક કાળમાં ઇ.સ.પૂ.૧૫મી સદીમાં રચાયેલા શ્રુતિગ્રંથોમાં જોવા મળે છે. સૂર્યાષ્ટકમાં સૂર્યદેવ સાત સફેદ અશ્વ જોડેલા રથમાં ગતિ કરતાં હોય તેવું વર્ણન છે. સૂર્યદેવના આ સાત અશ્વો સફેદ કિરણમાં સાત રંગો સમાયા છે. તેનું પ્રતીક હતા. તે જમાનામાં જ્ઞાાનનો પ્રસાર માત્ર વાણીથી થતો.
આધુનિક વિજ્ઞાાનમાં રંગોના વિજ્ઞાાનની શરૂઆત યુરોપના વિજ્ઞાાની રોજર બેકને કરી. તેણે પાણી ભરેલા ગ્લાસમાં સૂર્યપ્રકાશથી પેદા થતા સાત રંગો જોયા અને રંગોનું વિજ્ઞાાન શરૂ થયું. ૧૭મી સદીમાં આઈઝેક ન્યૂટને ત્રિપાશ્વે કાચમાંથી સફેદ રંગ પસાર કરી સાત રંગનું વિભાજન કર્યું. અને જાબંલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગનું વર્ણ પટ શોધ્યું. આ વર્ણપટ 'જાનીલાવીપીનાલા' અને અંગ્રેજીમાં 'ફૈંર્મ્ય્રૂંઇ' ના નામે ઓળખાય છે. ન્યૂટને તેને સ્પેકટ્રમ નામ આપેલું.
સૂર્યના સફેદ કિરણ કાચ કે પારદર્શક પાણીમાંથી પસાર થાય ત્યારે વંકાય છે. સાતેય રંગોની ઝડપ જુદી જુદી હોવાથી તેના વક્રીભવનનું પ્રમાણ પણ જુદુ જુદુ હોય છે. લાલ રંગના કિરણો સૌથી વધુ ઝડપી હોવાથી તે ઓછો વંકાય છે. ન્યૂટને આ રંગોને ગ્રીક સંસ્કૃતિના સંગીતના નોટેશન મુજબ વાયોલેટ, બ્લ્યૂ, સાયન, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ નામ આપેલા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VSEstG
ConversionConversion EmoticonEmoticon