વ્હોટ્સએપે બહુ પ્રતિક્ષિત 'ડાર્ક મોડ' ફીચર લોન્ચ કર્યું, બેટરી ઓછી વપરાશે

- સ્ટીકર, ઈમેજ અને ઈમોજીના રંગો પર કોઈ જ અસર નહીં પડે

- એન્ડ્રોઈડ-9 અથવા તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવનાર વ્હોટ્સએપ અપડેટ કર્યા બાદ સેટિંગ્સ બદલીને ડાર્ક મોડ કરી શકશે

નવી દિલ્હી, તા. 5 માર્ચ 2020, ગુરૂવાર

લોકપ્રિય મેસેજીંગ એપ્લિકેશન વ્હોટ્સએપે ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ જીમેઈલ, ઈન્સ્ટાગ્રામ, ગૂગલ મેપ્સ સહિતની અન્ય એપ્લિકેશનની જેમ 'ડાર્ક મોડ' ફીચર લોન્ચ કરી દીધું છે.

વ્હોટ્સએપે આઈઓએસ અને એન્ડ્રોઈડ એમ બંને પ્લેટફોર્મ માટે 'ડાર્ક મોડ' ફીચર રોલઆઉટ કરી દીધું છે. ડાર્ક મોડ ફીચરમાં ઘાટા લીલા રંગના શેડ, ગ્રે અને ઓફ વ્હાઈટ રંગની થીમનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેથી બ્રાઈટનેસ ઓછી હોય તો પણ વપરાશકર્તાની આંખો પર દબાણ ન આવે અને આંખોને આરામ મળે.  

એન્ડ્રોઈડ 10 અને આઈઓએસ 13ના વપરાશકર્તાઓ સિસ્ટમ સેટિંગ્સમાં જઈને સીધું જ ડાર્ક મોડ ફીચર ઈનેબલ કરી શકશે. પરંતુ એન્ડ્રોઈડ-9 અથવા તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા વપરાશકર્તાઓએ વ્હોટ્સએપ અપડેટ કર્યા બાદ 'સેટિંગ્સ'માં જઈને 'ચેટ્સ'ના 'ડિસ્પ્લે' વિકલ્પને પસંદ કરીને 'થીમ'માં 'ડાર્ક થીમ' ઈનેબલ કરવાની રહેશે.

'ડાર્ક મોડ' ફીચર સ્ક્રીનમાંથી નીકળતી લાઈટને ઘટાડી દે છે જેથી ફોનની બેટરી પણ ઓછી વપરાશે. સાથે જ તેનાથી સ્ટીકર, ઈમેજ અને ઈમોજીના રંગો પર કોઈ જ અસર નહીં પડે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uTi20k
Previous
Next Post »