
ડાકોર,તા.04 માર્ચ 2020, બુધવાર
સુપ્રસિધ્ધયાત્રાધામ ડાકોર ખાતે હોળી-પૂનમ નિમિતે લાખો પદયાત્રીકો રણછોડરાયજીના દર્શન કરવા ઉમટી પડશે.ત્યારે ડાકોર મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.બસસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો પર દર્શનના સમય પત્રક ચોટાડવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે લોકમેળો યોજાય છે.આ લોકમેળામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તોનુ ધોડાપૂર રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.આ તૈયારીઓના ભાગ રૂપે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિર પરીસરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આવનાર ભાવિકભક્તો માટે ટેમ્પલ કમિટી દ્વારા ત્રણ લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટેમ્પલ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિખુટા પડી ગયેલા શ્રધ્ધાળુઓ માટે એનાઉસમેન્ટ સીસ્ટમ રાખવામાં આવી છે.જે મંદિરની બહાર ટાવર ચોકમાં રાખવામાં આવશે.આ ઉપરાંત ટેમ્પલ બોર્ડ દ્વારા એક મોટી અને નવી યોજના કરવામાં આવી રહી છે.જેમાં ડાકોરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આવનાર દર્શાનાર્થીઓ માટે ૨૦ કરોડનો વિમો ઉતારવાની તજવીજ ચાલી રહી છે.જો કે આ લખાઇ છે ત્યા સુધી આ યોજનાનો અમલ થયો નથી.
શહેરમાં પદયાત્રીકોને રાજા રણછોડરાયના સીધા દર્શન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી એલ.ઇ.ડી સ્ક્રીન મૂકવામાં આવશે.જેમાં મંદિરની બહાર,વડાબજારમાં,કંકુ દરવાજા પાસે,ગાંધીજી સર્કલ પાસે,બોડાણા સર્કલ પાસે,પટેલ મેડીકલ સ્ટોર પાસે,ગૌશાળા પાસે એલ.ઇ.ડી સ્ક્રીન લગાવવામાં આવશે.
આ ઉપરાંત ટેમ્પલ બોર્ડ દ્વારા અમદાવાદ-જશોદાનગર થી ગાયોના વાડા સુધી,નડિયાદ થી ડાકોર બસસ્ટેન્ડ સુધી,સેવાલીયા થી ડાકોર ચોકડી સુધી,કપડવંજ થી ડાકોર ચોકડી સુધી એમ મળી આશરે ૩૫ જેટલા સ્થળો પર દર્શન ના સમયપત્રક બોર્ડ મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત ટેમ્પલ બોર્ડ દ્વારા રેલ્વે સ્ટેશન અને બસસ્ટેન્ડમાં દર્શનના સમય પત્રકના સ્ટીકરો ચોટાડવામાં આવ્યા હોવાનુ ડાકોર ટેમ્પલ બોર્ડ કમિટીના મેનેજર જે.પી.દવેઅ જણાવ્યુ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VLqt9d
ConversionConversion EmoticonEmoticon