અક્ષયની આગામી ફિલ્મમાં સોનૂ સૂદ અને આશુતોષ રાણા જોવા મળશે


મુંબઇ,તા.3 માર્ચ 2020 મંગળવાર

સાલ ૨૦૨૦માં અક્ષય કુમાર બેક ટુ બેક ફિલ્મો લાવી  રહ્યો છે. 'સૂર્યવંશી અને લક્ષ્મીબોમ્બ પણ તેની આ જ વરસે રીલિઝ થવાની છે. 

જોકે આ સાથે તે 'પૃથ્વીરાજ' ફિલ્મની પણ તૈયારી કરી રહ્યો છે. લોકોની ધારણા છે કે અક્ષયની કારકિર્દીની આ સૌથી મોટી ફિલ્મ બનશે. 

અક્ષય કારકિર્દીમાં પહેલી વખત ઐતિહાસિક પાત્ર ભજવવાનો છે. તેણે ભારતના ઇતિહાસના મહત્વના પાત્રની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તે અક્ષય સાથે આ ફિલ્મમાં જોડી જમાવાની છે. 

ભારતના સૌથી મોટા યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં અક્ષય સાથે માનુષી, સંજય દત્તના નામ તો પહેલાથી ચર્ચામાં છે. હવે બે નવા નામ આ ફિલ્મમાં ઉમેરાયા છે.સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, સોનૂ સૂદ આ ફિલ્મમાં ચંદ્ર બારદાઇના પાત્રમાં જોવા મળશે. ચંદ્ર બારદાઇ પૃથ્વીરાજ ચૌહાણનો કવિ હતો અને તેણે મોહમ્મદ ગોરીની હત્યા કરવામાં પૃથ્વીરાજની મદદ કરી હતી. આ ઉપરાંત આશુતોષ રાણા પણ એક મહત્વના પાત્રમાં જોવા મળશે. 

આ ફિલ્મ માટે ૩૫થી પણ વધુ ભવ્ય સેટ બનાવામાં આવવાના છે. 

ટ્રેડ જાણકારોના મુજબ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રૂપિયા ૨૦૦ કરોડ સરળતાથી રળી લેશે. યશરાજ બેનર હાલ આ ફિલ્મ પર જ ફોકસ કરી રહ્યું છે. 

આ ઐતિહાસિક ફિલ્મ અક્ષયની કારકિર્દીની  સૌથી મોટી ફિલ્મ બને તેવી ધારણા



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38lMspM
Previous
Next Post »