
મુંબઇ,તા.3 માર્ચ 2020 મંગળવાર
સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી' હાલ ચર્ચામાં છે. આ ફિલ્મના આલિયાનો લુક અને પોસ્ટર પણ રીલિઝ કરવામાં આવ્યા છે. આ વચ્ચે હવે માહિતી મળી છે કે, કેટરિના કૈફની એન્ટ્રી થઇ હોવાની વાત છે.
વાસ્તવમાં હાલ કેટરિના સંજય લીલા ભણશાલીની ઓફિસ પાસે જોવા મળી હતી. ત્યારથી ચર્ચાને વેગ મળી રહ્યો છે કે, તે ભણશાલી સાથે કામ કરવાની છે. કેટરિના આલિયાના મુખ્ય પાત્રવાળી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરે તેવી શક્યતા છે. જોકે હજી સત્તાવાર રીતે જણાવામાં આવ્યું નથી.
કેટરિના કૈફ એક સારી ડાન્સર છે તેમાં કોઇ શક નથી. તેના 'ચિકની ચમેલી, શીલા કી જવાની, જરા જરા ટચ મી, સુરૈયા જેવા ઘણ બહેતરીના ડાન્સ કર્યા છે. જોકે હવે જોવું રહ્યું કે કેટરિના આ ફિલ્મમાં આઇટમ ગીત કરતી જોવા મળે છે કે નહીં.
ફિલ્મની વાત કરીએ તો, આલિયા આ ફિલ્મમાં મહિલા માફિયાના પાત્રમાં છે. તેણે આ ફિલ્મ માટે હિંદી તેમજ મરાઠીમાં ગાળો બોલવાની પણ તાલીમ લીધી છે. જોકે આ ફિલ્મના અભિનેતા વિશે હજી સ્પષ્ટતા થઇ નથી.
આલિયા અને રણબીર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે, ત્યારે એક સમયની રણબીરની પ્રેમિકા કેટરિના અને આલિયાને રૂપેરી પડદે જોવા દર્શકો ઉત્સુક છે.
કેટરિના સંજય લીલા ભણશાલીની ઓફિસ પાસે જોવા મળી હતી
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32NgwcE
ConversionConversion EmoticonEmoticon