હરતી ફરતી સંસ્કારની પાઠશાળા - ભિક્ષુ અખંડાનંદ


ચાલ ને અમથું અમથું 

જરા ચાહી લઈએ 

કરી યાદ બચપનને 

અમથું અમથું 

થોડુ કટા-બુચા કરી લઈએ 

આવે યાદ જો 

પપાનાં ધોેલ ધપાટની 

ચાલને અમથો અમથો 

તાણીએ ભકડો 

ને મળે જો 

દાદીનો પાલવ 

કરી ફરીયાદ પપાની, 

વહાલ એમનું લુંટી લઈએ...

કાશ થવાતું હોત પાછાં નાના..! 

-લતા કાનુગા 

એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫) જે :'ફાર્બસસાહેબ :'તરીકે જાણીતા હતા એ ગોરાએ કવિ દલપતરામ પાસે ગુજરાતી ભાષા શીખીને ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલા માટે ભેખ લીધે હોય એવું કામ કર્યું. કોઈ ધોેળિયોગુજરાતમાં આવે છે. જેના બાપદાદામાં કોઈ ગુજરાતી ભણ્યું નહોતું એવો આ માણસ અમદાવાદ, સુરત અને મુંબઈમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેના લગાવ ખાતર સંસ્થાઓ, શાળા, પુસ્તકાલય અને સંશોધન કાર્ય કરે એ નોંધપાત્ર જ નહીં,વંદનીય ઘટના છે.

આવા જ એક સાધુ ધ્યાન, સાધના છોડી પુસ્તકો લખાવે, છપાવે, વેચે. બીજા સાધુુઓ તેની નિંદા કરે કે 'આ તે કાંઈ સાધુુનું કામ છે ? પણ સાધુ સ્વસ્થતાથી જવાબ આપે કે 'હું સાધુનું જ કામ કરું છું. લોકો નીતિને રસ્તે ચાલે તે માટે જીવન ઉપયોગી ધામક અને આરોગ્યનું સાહિત્ય સસ્તુ આપવું જોઈએ. ખરાબ ચોપડી સસ્તી મળે તો સારી ચોપડી સસ્તી કેમ ન મળે ? લોકો ખરીદી શકે તેવાં ઉત્તમ પુસ્તકો સસ્તી કિંમતે મળે તો પ્રજા નીતિનાશને માર્ગે ન જાય. આ પણ સાધુનું જ કામ છે. આ સાધુ તે ભિક્ષુ અખંડાનંદ.'સસ્તુ સાહિત્યદના પર્યાયરૂપ બની ગયેલા અને ઉત્તમ સાહિત્યને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ષિકર્મ ગણીને હાથ પર લેનાર ભિક્ષુ અખંડાનંદને કોણ ન ઓળખે! વિઘ્ન સંતોષીઓના ઊહાપોહની પરવા કર્યા વગર દ્રઢતાથી આગળ વધતાં તેમણે વિ.સં. ૧૯૬૪ની અખાત્રીજે : 'સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય' સાથે 'સસ્તુ સાહિત્ય'વર્ધક મિત્રમંડળ'ની રચના કરી ધામક અને સંસ્કારી પુસ્તકો સસ્તા દરે પ્રસિદ્ધ કરવાની પ્રવૃત્તિ હાથ ધરી. સંસ્કૃત, હિન્દી, બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાના સફળ નીવડેલા ઉત્તમોત્તમ સાહિત્યને તેઓ ગુજરાતી ભાષામાં ઉતારવા લાગ્યા. જેના કારણે હજારો સામાન્ય લોકો વાંચતા થયા. સ્વામીજી 'ગુર્જર સાહિત્યના ગૌરવમણિ' ગણાતા હતા.

ભિક્ષુ અખંડાનંદે માત્ર પાંચ ધોેરણ સુધી જ અભ્યાસ કરેલો. બાળપણનું એમનું નામ લલ્લુભાઈ હતું. વાંચવાનો શોખ એટલો બધોે કે દુકાને બેસતા ત્યારે વેપાર કરવાને બદલે એકાંત શોધી પુસ્તકો જ વાંચતા. સત્સંગ ખુબ ગમે. જાનકીદાસ મહારાજ પાસે જઈ સંન્યાસ લેવાની ઈચ્છા વ્યકત કરી. મહારાજ કહે, 'તું બીડી છોડી શકતો નથી, સંસાર કેવી રીતે છોડી શકીશ ? લલ્લુને હાડોહાડ લાગી આવ્યું. બીડી છોડી. એકાંતમાં ધ્યાન લેવાનું શરૂ કર્યું. અંતે સંસાર છોડી અમદાવાદ આવ્યા. શિવરાત્રીએ સાબરમતીના કિનારે શિવાનંદ પાસે સન્યાસ લઈ 'અખંડાનંદ' બની ગયા. ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા. મુંબઈ એક કાર્યક્રમમાં હાજરી આપવા જતાં શ્રીમદ્ ભાગવત આધારિત 'એકાદશ સ્કંધ'  ગ્રંથ ખરીદવા પ્રિન્સેસ સ્ટ્રીટ ગયા. ગ્રંથની કિંમત સાંભળી સ્વામીજી વિચારવા લાગ્યા કે  સામાન્ય માણસ આવા મોંઘાં પુસ્તકો કેવી રીતે ખરીદી શકે? મનમાં આના ઉકેલ માટે સતત મથામણ ચાલે.

સ્વામીજી સાધુસંતોને જમાડતા ગર્ભશ્રીમંત નાથીમાને ત્યાં રોજ જમવા જાય. એક દિવસ ભિક્ષુ અખંડાનંદજી જમવા તો બેઠા, પણ તેમના મનને તો પેલાં સસ્તાં પુસ્તકો આપવાની વાતનો ભરડો લીધેલો. તે ભાણા પરથી ઊભા થઈ ગયા.

નાથીમાને થયું કે સાધુને કાંઈ વાંકું પડયું. પૂછયું પણ ખરું. ભિક્ષુએ કહ્યું, 'કાંઈ થયું નથી, પણ જમવાનું મન નથી થતું. બાઈબલ સસ્તું મળે, કુરાન સસ્તું મળે અને એક ગીતા જ મોંઘી મળે એ કેવું ? મારે બે રૂપિયે મળતી ગીતા બે આને આપવી છે. હજારની મૂડી ઊછીની જોઈએ છે, પછી આપી જઈશ.નાથીમાએ સાધુની માગ સ્વીકારીને હજાર રૂપિયા ગણી આપ્યા. વધુમાં કહ્યું, 'મારે રૂપિયા પાછા નથી જોઈતા. સારા કામમાં વાપરી નાખજો. આમ સારા વિચારને સહિયારો મળી ગયો. ગીતાની દસ હજાર નકલ તરત છપાવી. બે આને વેચવા માંડી. લેવા માટે પડાપડી થઈ, ચપોચપ ઊપડી ગઈ. નકલે એક પૈસો નફો થયો. આમ 'સસ્તું સાહિત્ય'ની પ્રવૃત્તિ શરૂ થઈ. ગીતા છપાવે, ખપી જાય, ફરી છપાવે, ફરી ખપી જાય. ભિક્ષુ પ્રકાશક બન્યા. મુંબઈ કરતા અમદાવાદ સસ્તુ. એથી સ્વામીજી ફરી અમદાવાદ આવ્યા. ભદ્રમાં આજે જ્યાં 'અખંડ આનંદદની ઈમારત ઊભી છે ત્યાં ફૂટપાથ પાસે પતરાંના છાપરામાં 'સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયદના મંડાણ થયા.

સ્વામીજીએ જોયું કે ગુજરાતમાં જે સાહિત્ય લખાય છે એ લોકભોગ્ય નથી. લોકો માટે કલ્યાણકારી પણ નથી. સારા પુસ્તકો બહુ મોંઘા મળતા હતા અને અને ભાષાકીય દ્દષ્ટિએ પણ ભારઝલ્લા હતા. એને જો લોકો સુધી પહોંચાડવું હોય, લોકજાગૃતિ આણવી હોય, લોકો પચાવી શકે તેવું અને રુચિકર બનાવવું હોય તો એને સહજતાથી ગળે ઉતરે તેવું સરળ બનાવવું પડે. આ વિચાર સાથે સ્વામી અખંડાનંદ ઠેકઠેકાણે ભટક્યા, ઉત્સાહી યુવાનોને શોધી તેમની પાસેથી કામ લેવા લાગ્યા. સસ્તા ભાવે કાગળ અને બીજી સામગ્રી મેળવવા સ્વામી સતત પ્રવાસ ખેડતા. તેમને ખૂબ ગમેલા ભાગવતના એકાદશ સ્કંધનું તેમણે પ્રકાશન કર્યુ. સંસ્કૃત ધર્મ-ગ્રંથો, નીતિશા, બાળકથાઓ અને મહિલા ઉપયોગી વિવિધ ગ્રંથો સરળ ભાષામાં અને સસ્તા દરે ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નો કર્યા. 'અખંડાનંદ' સામયિકે વર્ષોેથી ગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યુ છે. ગીતા સહિત ધર્મ સંસ્કારના પુસ્તકોની ૫૪,૦૦૦ નકલો માત્ર સાડાત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યોે. એમ. જે. પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો ભેટમાં આપીને ઉદાત ભાવનાનું દ્દષ્ટાંત પૂરું પાડયું છે. ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય સેવા અમર અને અજોડ છે.

ઊંચા સાહિત્યને સસ્તુ આપનાર ભિક્ષુ અખંડાનંદ ૧૯૪૨માં સ્વર્ગે સિધાવ્યા. પછી ૧૯૪૨થી ૧૯૯૨ લગીનાં૫૦ વરસ સંસ્થાએ સ્વ. મનુ સૂબેદાર અને સ્વ. એચ. એમ. પટેલના નેતૃત્વ હેઠળ સ્વામીજીની પરંપરાને ચાલુ રાખી પ્રકાશનો કરતાં રહેવાનું પુણ્યકાર્ય ચાલુ રાખ્યું. એક ઉત્તમ કામ કરતી સંસ્થાને એવા સંજોગોનો પણ સામનો કરવો પડયો કે જ્યારે સસ્તામાં સાહિત્ય આપવાનું કામ અશક્ય થઈ જાય. પણ સ્વામીજીએ જે અલખ જગાવેલો તેની ધૂણી તો ધખતી જ રહી. ધામક સાહિત્યની માગ ચાલુ જ રહી અને ધામક ગ્રંથ એટલે 'સસ્તુ સાહિત્ય'નો જ એવી સજ્જડ છાપ સાથે 'સસ્તું સાહિત્ય'ચાલુ રહ્યું. જ્યાં સુધી રામાયણ ને મહાભારત, ગીતા ને ઉપનિષદો, સદચરિત્રો ને લોકકથાઓને લાગે વળગે છે ત્યાં સુધી એવા પુસ્તકોનો વિકલ્પ દેખાતો નથી. 'સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્યદ એવી ભિક્ષુની ભાવના ગુજરાતમાં સહેજે લુપ્ત થાય તેવું કૃતઘ્ન ગુજરાત છે નહીં.

ગાંધીજીએ સ્વામી અખંડાનંદના નિધ્ન પછી લખ્યું કે પાંચ ચોપડી ભણેલા આ મહામાનવે સરકારની કોઇપણ જાતની સહાય વગર સારા તથા જીવન ઉપયોગી પુસ્તકો લોકોને મળતા થાય તેવા પ્રયાસો કર્યા તે અસાધારણ છે. પરમ પિતા પરમેશ્વરને ભજવાની આ પણ એક રીત હશેને ! ભગવા ધારણ કરીને માત્ર આત્મ ઉન્નતિ કરવાના બદલે સમગ્ર સમાજનું હિત જેમાં સમાયેલું છે તેવું કાર્ય કરીને સ્વામીજી કર્મયોગની એક નૂતન દિશાનું દર્શન કરાવીને ગયા. સરદાર પટેલે જેમને 'વીરદનું ઉપનામ આપેલું એવા આત્મારામ ભટ્ટે ટોલ્સટોયનું જીવનચરિત્ર વાંચ્યું અને એનો આતમરામ જાગી ઉઠયો. જો ભિક્ષુ અખંડાનંદ ન હોત, એમનું સસ્તું સાહિત્ય કાર્યાલય ન હોત તો મહાત્મા ટોલ્સટોયનું એ પુસ્તક આત્મારામ ભટ્ટના હાથમાં ન આવત અને એ મુંબઈના કોઈ મોટા 'ડાન' બનીને રહી જાત.

ભિક્ષુ અખંડાનંદ પોતે વ્યક્તિને બદલે હરતી-ફરતી સંસ્થા જેવા બની ગયા હતા. ભિક્ષુ અખંડાનંદે  સન્યાસ ધારણ કરી તેને સાચા અર્થમાં ઉજાળી જાણ્યો. સંઘર્ષોે વચ્ચે પણ સંકલ્પનું બળ એવું કે તમામ પડકારોને ભક્તિ, નિા તેમજ નમ્રતાના આયુધોેથી મહાત કર્યા. સ્વામીજીને સતત કામ કરતા જોઇને કોઇ થોડો વિશ્રામ લેવાનું સૂચવે તો પ્રેમથી કહે 'ચક્કી ચલતી હૈ'.

જીવનના અંતિમ શ્વાસ સુધી ઉજળા સમર્પણની જવાળા જવલંત તથા જીવંત રહી. શ્રી વસંત ગઢવી લખે છે કે સ્વામીજીએ દીર્ઘદ્રષ્ટિ થકી સસ્તા-સારા સાહિત્ય માટે લાંબાગાળાના ઉપાય જેવા ટ્રસ્ટની સ્થાપના કરી. શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીએ આવું જ યજ્ઞાકાર્ય લોકમિલાપના માધ્યમથી કર્યું. 

સત્વવાળા સાહિત્યની સૌરભ આપણી હવે પછીની પેઢીઓ સુધી પહોંચે તે જોવાની આપણા સૌની સામુહિક જવાબદારી છે. સારા પુસ્તકો એ દરેક ઘરની અનિવાર્યતા લેખી, ઘરમાં વસાવીએ અને વાંચીએ તો આપણે સ્વામીજીનું ખરું તર્પણ કરી શકીએ. મર્મી કવિ કલાપીના યાદગાર શબ્દો સ્મૃતિમાં આવે છે...

'ભળીશ નહિ જનોથી,

મિત્ર, ી બાળકોથી

 જીવીશ, બની શકે તો

એકલા પુસ્તકોથી.

 'મો સમ કૌન કુટિલ ખલ કામી ?' એ સ્વામીજીનું અત્યંત પ્રિય ભજન હતું. 'મુસ્લિમ મહાત્માઓ' નામનું પુસ્તક તેમને અતિ પ્રિય હતું. તેમાં એક ઓલિયા સંતે કહ્યું હતું કે 'જ્યાં તારી પ્રતિા હોય ત્યાં જ તારું અપમાન થાય એવી રીતે વર્તવાથી ઈશ્વર મળવાનો રસ્તો વધુ સુલભ થઈ જાય છે'. જનસમાજમાં પ્રતિાની ઇચ્છા એ યોગીઓના માર્ગમાં મોટું નડતર ગણી શકાય. સાધુ કદશામાં થયેલી ભૂલો જગત સમક્ષ ખુલી મૂકવાથી સાધુની કસોટી થાય છે અને એક બળ પણ મળે છે.

તેમનું કાર્ય એ પ્રભુભક્તિનો જ એક પ્રકાર કહી શકાય. અસાધારણ વ્યવહારકુશળતા એ તેમની વિશિષ્ટ શક્તિ હતી જે તેઓ એના આદર્શવાદી કાર્યમાં જોડી શક્યા હતા. તેની પૂર્વાશ્રમની વ્યાપારી કૂનેહ આ સેવાયજ્ઞામાં પ્રયોજી જે ભાગ્યે જ જોવા મળે. ભગવાારી તરફનો આપણો અણગમો અખંડાનંદજીને જાણ્યા પછી ઓગળી જાય છે અને પૂજ્યભાવમાં ફેરવાય છે.

અજ્ઞાાનના પડળો દૂર કરી દેશને નવી દ્રષ્ટિ આપવાની તેમની નેમ હતી. તનતોડ મહેનત અને તાલાવેલીથી એકનિ બની એમણે કર્તવ્ય નિભાવ્યું. પાંત્રીસ વર્ષો સુધી  અથાગ પુરૂષાર્થ કરી તેમણે સામાન્ય ખેડૂતો, કારીગરો, વૃદ્ધો, ીઓ અને બાળકો સૌ કોઈ વાંચી-સમજી શકે તેવા પુસ્તકોની પરબ બેસાડી.

જ્ઞાાનપ્રચાર જેવી કલ્યાણકારી પ્રવૃત્તિથી એમણે પોતાના સન્યસ્તજીવનને શોભાવ્યું. અમૂલ્ય પુસ્તકો સાવ નજીવી કિંમતે સામાન્ય લોકોને કેમ મળે એની અવિરત ચિંતામાં એમણે અહોરાત્ર પોતાનો સમય ગાળ્યો. ધામક, ઐતિહાસિક,

સામાજિક, કે વૈદક જેવા અનેક વિષય પર લગભગ ૩૦૦ પુસ્તકોની સત્તર લાખ કોપીઓ તેમણે પ્રસિદ્ધ કરી હશે. તેમની કાર્યપદ્ધતિ અતિ કરકસરભરી હોવાથી લેખકો માટે એ પ્રોત્સાહક ન બની શકી. ભિક્ષુ અખંડાનંદ મોતીભાઈ અમીન અને ઠક્કરબાપા જેવા જ ગુજરાતના મૂક અને સાચા સેવક હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aI2ADK
Previous
Next Post »