સુરક્ષિત અને આનંદથી હોળી ઉજવવા માટે મહત્ત્વની ટિપ્સ


રંગોનો ઉત્સવ હોળી ફરી એક વખત આવી રહી છે. હોળી જેવો રંગીન, રોમાંચક અને ધમાલ ઉત્સવ બીજો કોઈ જ નથી. આ એક એવો તહેવાર છે જેમાં દરેક જણ રંગોથી રંગાઈ જવાનું પસંદ કરે છે.

આ ઉત્સવ મનોરંજક તો છે, પરંતુ તેમાં કાળજી નહીં લેવામાં આવે તો ત્વચાની સમસ્યાઓ, એલર્જી, ખંજવાળ જેવી તકલીફો ઉદ્દભવી શકે છે. આથી હોળી આનંદઉલ્લાસથી મનાવવા સાથે સુરક્ષિત રીતે મનાવો તે પણ જરૂરી છે અને તે માટે અહીં આપેલા મુદ્દા યાદ રાખવા જેવા છે.

- હેરબેન્ડ: 

જો વાળ લાંબા હોય તો તે હાથવગું જ રાખો અથવા તો ચોટલો બરોબર બાંધો.

- શેમ્પૂ:

 તમારા વાળમાંથી રંગો સંપૂર્ણપણે નીકળી જાય તે માટે ઉત્તમ શેમ્પૂનો ઉપયોગ કરો.

- હેર કન્ડિશર્ન્સ: 

વાળને ઊર્જા અને પોષણ આપવા માટે હેર કંડિશનરનો ઉપયોગ કરો.

- સન ટેન લોશન્સ:

 સૂર્ય તાપમાં હોળી રમતી વેળા ત્વચાની રક્ષા માટે ગુણવત્તાયુક્ત સનટેન લોશનનો ઉપયોગ કરો.

- મોઈશ્ચરાઈઝર્સ: 

રંગો સાફ થઈ જાય પછી ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો અને પોષણ આપો.

- વેસલિન:

 નખ, પગનાં તળિયાં, કોણી જેવા શરીરના ભાગો પર ઉપયોગ કરો.

- કલર રિમુવર: 

સોયાબીનનો લોટ અથવા બેસનનો લોટ દૂધમાં ભેળવીને પેસ્ટ બનાવીને ઉપયોગ કરો. રંગ સાફ કરવા માટે ગરમ પાણી અને મોઈશ્ચરાઇઝિંગ સોપનો ઉપયોગ કરો. આમ છતાં રંગ બાકી રહી ગયો હોય તો ક્રીમ ક્લીન્ઝર અથવા બેબી ઓઈલથી હળવે હાથે મસાજ કરો.

- પિચકારી:

રંગો ઉડાવવા માટે જૂની પિચકારીનો ઉપયોગ કરો.

આશાઓ અને નવી શરૂઆતનો સંકેત આપતી વસંત ઋતુના આગમનનું હોળી એ દ્યોતક છે. હોળીથી ઠંડીના દિવસો પૂરા થઈને ગરમી શરૂ થાય છે. દેશના જુદા જાદુ ભાગોમાં આ તહેવાર વિશે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. હોળી સર્વત્ર ઉલ્હાસથી ઉજવાય છે. પરંતુ થોડી કાળજી લેવાથી મોટો અનર્થ ટાળી શકાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xh2NPB
Previous
Next Post »