નડિયાદ,તા.06 માર્ચ 2020, શુક્રવાર
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.ત્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.આ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે.
કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર માચાવ્યો છે.જેના પગલે ખેડા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઇ ચૂકયુ છે.હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે હવે ધીરે ધીરે ભારતમાં પણ પગપેસરો કર્યો છે.જો કે આવિ સ્થિતી વચ્ચે સરકાર તેમજ વહીવટી અધિકારીઓએ આ વાઇરસનો ફેલાવો ન થાય અને તેને રોકવા માટે ઠેર ઠેર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.ઉપરાંત આ વાયરસને લઇ જાહેર જગ્યા ઉપર મેળાવળો ન કરવો,તેવી સૂચના પણ અપાઇ છે.
આવિ પરિસ્થીતી વચ્ચે ખેડા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઇ ચૂકયુ છે.જિલ્લાના વડામથક નડિયાદમાં આવેલ સિવિલ હોસ્પિટલના બીજા માળે ખાસ ઇસ્યુલેશન વોર્ડ ઉભો કરાયો છે.અને જરૂરી દવાની સામગ્રી પણ આ વોર્ડમાં મૂકી દેવાઇ છે.જો કે અત્યાર સુધી જિલ્લામાં આ વાઇરસનો કોઇ કેસ નહી નોંધાયો હોવાનુ સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.આ ઉપરાંત આ અંગેની જાગૃતિ માટે વિવિધ માધ્યમનો સહારો લેવામાં આવ્યો છે.જેમાં સોશિયલ નેટવર્કીગ સાઇટમાં વાયરને લઇ વિવિધ જાણકારી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નોટીફીકેશન બહાર પાડી નાગરિકો સમજ આપી છે.આમ કોરોના વાયરસના લક્ષણો અને તેનેથી બચવા માટેના વિવિધ પગલાનો પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો છે.જેને લઇ ખેડા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યુ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aB0NjK
ConversionConversion EmoticonEmoticon